પિતાની ગજગજ ફૂલે છાતીઃ સુરતના હેડ કોન્સ્ટેબલના પુત્રએ UPSC કરી ક્રેક

સંજયસિંહ રાઠોડ.સુરતઃ યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. ગુજરાત સહિત દેશના ખુણે ખુણેથી યુવાનોએ આ પરીક્ષા આપી હતી. ઘણાના સપનાઓ અને મહેનત આખરે…

પિતાની ગજગજ ફૂલે છાતીઃ સુરતના હેડ કોન્સ્ટેબલના પુત્રએ UPSC કરી ક્રેક

પિતાની ગજગજ ફૂલે છાતીઃ સુરતના હેડ કોન્સ્ટેબલના પુત્રએ UPSC કરી ક્રેક

follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. ગુજરાત સહિત દેશના ખુણે ખુણેથી યુવાનોએ આ પરીક્ષા આપી હતી. ઘણાના સપનાઓ અને મહેનત આખરે રંગ લાવી છે. આવા જ એક મહેનતી વ્યક્તિએ પોતાના પિતા, પરિવાર સહિત ગુજરાતને પણ ગર્વ થાય તેવું પરિણામ મેળવ્યું છે. યુવાના પિતા સુરત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે અને તેઓ પીસીઆર વાનના ડ્રાઈવર છે જ્યારે હવે તેમનો પુત્ર એક અધિકારી બનશે ત્યારે તેને સેલ્યુટ કરનારા હજારો હાથ હશે તે જાણીને જ આજે પિતાને નિરાંતની નિદર આવશે તે નક્કી છે.

વલસાડઃ મામલતદારના મનમાં ફૂટ્યા 5 લાખ કમાઈ લેવાના લાડુ, પણ થઈ ગયો કચરો

ગુજરાતી લિટ્રેચરમાં કરી UPSC ક્લિયર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ આજે જાહેર કર્યું છે. જેમાં સુરતના યુવક મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક આવ્યો હોય એવું કહી શકાય છે. ખાસ વાત તો એ છે કે મયૂરના પિતા પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ છે અને પીસીઆર વાનના ડ્રાઇવર છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી 345 ઉમેદવાર બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. જેમાં સુરતના મયુર રમેશભાઈ પરમારે યુપીએસસી ક્રેક કરી છે. ગુજરાતી લિટ્રેચરમાં પાસ થયો છે. મયુર છેલ્લા 4 વર્ષથી તૈયારી કરતો હતો. મયુરે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. ત્રણવાર ટ્રાય કરી હતી જેમાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે આ ચોથી ટ્રાયમાં સફળ થયો છું. આ સફળતા પાછળ મારા પિતા સહિતનો પરિવાર સાથે જ મને તૈયારી કરાવનાર છે. હજુ પણ મારી તૈયારી ચાલુ જ છે.

    follow whatsapp