સુરત: રાજ્યમાં કોરોના બાદથી હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક રમતના મેદાનમાં તો ક્યારેક રસ્તે ચાલતા યુવકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના બે સભ્યોના કલાકોમાં હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વેવાઈને હાર્ટ એટેક આવ્યા બાદ તેમનો મૃતદેહ જોઈને વેવાણ પણ ઢળી પડ્યા હતા.
ADVERTISEMENT
પાંડેસરામાં વેવાણ અને વેવાઈના હાર્ટ એટેકથી મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા નરેશભાઈ સવારે ઉઠીને ચા પીધા બાદ બહાર ફરવા ગયા હતા. આ પછી ફરે આવતા જ અચાનક તેઓ ઢળી પડ્યા હતા. નરેશભાઈ અચાનક ઢળી પડતા પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી નરેશભાઈના મૃતદેહને પરિવારના સભ્યો ઘરે લઈને આવ્યા હતા. આથી સંબંધીજનો તેમના અંતિમ દર્શન માટે ઘરે આવી રહ્યા હતા.
વેવાઈના અંતિમ દર્શને આવેલા વેવાણનું મોત
નરેશભાઈના વેવાણ આશાબેન જેઓ 50 વર્ષની ઉંમરના છે તે પણ તેમના અંતિમ દર્શન માટે આવ્યા હતા. જોકે વેવાઈના મૃતદેહને જોતા જ આશાબેન પણ ઢળી પડ્યા હતા. આથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જોકે ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ એક જ પરિવારના બે સભ્યોના મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ADVERTISEMENT