Rajkot News: રાજકોટના TRP ગેમઝોનમાં આજે વિકરાળ આગ લાગી હતી. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ ઘટના આજે આપણને સુરતમાં 24 મે, 2019 ના રોજ બનેલ તક્ષશિલા કાંડની ઘટના યાદ અપાવી છે. સુરત તક્ષશિલા આગ ઘટના 24 મે, 2019ના રોજ સુરત, ગુજરાતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં બની હતી. આ ઘટનામાં કોચિંગ સેન્ટર સ્થિત છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા અને આજે રાજકોટના TRP ગેમઝોનમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે.
ADVERTISEMENT
કોણ જવાબદાર?
રાજકોટમાં થયેલ અગ્નિકાંડ આપણને ભૂતકાળની ઘટના યાદ આપવે છે તો તે ક્યાંકને ક્યાંક સ્થાનિક તંત્ર, સરકાર અને માલિકની નિષ્ફળતા બતાવી રહી છે. ઘટના બાદ ફરી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું સરકાર આ તમામ સવાલોના જવાબ આપશે કે કેમ તે જોવાનું રહ્યું?
ADVERTISEMENT