સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના વીઆઈપી રોડ પર આવેલ રાજહંસ દેસાઈ ગ્રુપની રાજહંસ ક્રેમોના નામની એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણીની ટાંકીમાંથી એક મજૂરની લાશ મળી હતી. જેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ બાજુ કોંગ્રેસ દ્વારા આ મામલામાં ભાજપ પર આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સુરતના સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 4 મજૂર દટાયા, 1નું મોત
મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ સાથે સંબંધોઃ કોંગ્રેસ
રાજહંસ ક્રેમોની સાઈટ પર મજુર સંતોષ દેવીદાસ પાટીલની લાશ મળી આવી હતી. ગત માર્ચ મહિનામાં પણ આજ બિલ્ડર ગ્રુપની એક સાઇટ પર 16 વર્ષના મજુરનું પણ મૃત્યુ થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જે ઘટનામાં પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હ.તી આ આક્ષેપ કોંગ્રેસના પૂર્વ ઓપરેટર અસલમ સાયકલવાલાએ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હવે ફરીથી એ જ બિલ્ડરની સાઈટ પર બીજા મજુરની પાણીની ટાંકીમાંથી લાશ મળી આવેલી છે આ બંને મજૂરોની મોતની ઘટનાઓને લઈને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂકેલા અસલમ સાયકલવાલાએ સુરતના સરકારી તંત્ર દ્વારા બિલ્ડરની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ કહ્યું છે કે બિલ્ડર રાજહંસ દેસાઈ જૈન ગ્રુપના મોટા ગજા ના બિલ્ડર જયેશ દેસાઈના ભાજપના મોટા નેતાઓ સાથે, મુખ્યમંત્રી સાથે અને સીએમઓ સાથે સીધા સંપર્ક હોય અને ભાજપને મોટું ફંડિંગ કરતા હોય એટલા માટે એની વિરુદ્ધમાં કોઈ એક્શન નથી લેવાતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાના આક્ષેપ છે કે, સામાન્ય માણસની વિરુદ્ધમાં તો તંત્ર તરત જ એક્શન લઈ લેતું હોય છે પણ ભાજપના નજીક ગણાતા મોટા ગજાના બિલ્ડર જયેશ દેસાઈની વિરુદ્ધમાં એક્શન નથી લઈ રહ્યા.
ADVERTISEMENT