સુરત: સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખનું ફૂડ કોર્ટ મહાનગરપાલિકાએ સીલ કરી દીધું છે. ભાજપના વોર્ડ પ્રમુખ દ્વારા રૂ.12 લાખનું ભાડું પાલિકાને ચૂકવવામાં આવ્યું નથી. એવામાં મહાનગરપાલિકાએ હરકતમાં આવીને વોર્ડ નં.10ના ભાજપ પ્રમુખ સુરેશ પટેલના ફૂડ કોર્ટને આજે સીલ મારી દીધું હતું.
ADVERTISEMENT
ડિસેમ્બર 2022થી ભાડું નથી ચૂકવાયું
વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકા દ્વારા આવકના સ્ત્રોત ઊભા કરવા માટે અડાજણ વિસ્તારમાં આવેલો પ્લોડ ભાડે આપવામાં આવ્યો હતો. જેને વોર્ડ નં.10ના વોર્ડ પ્રમુખ સુરેશ પટેલે ભાડે રાખ્યો હતો અને તેમાં લા મેલા નામના ફૂડ કોર્ટની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 2022થી ફૂડ કોર્ટનું ભાડું ચૂકવવામાં આવ્યું નથી.
ભાડા પેટે આપેલો ચેક થયો હતો બાઉન્સ
ત્યારે પાલિકા દ્વારા ભાડાની ઊઘરાણી કરાતા તેમને 11 લાખનો ચેક આપવામાં આવ્યો હતો, જે બાઉન્સ થતા વધુ 45 દિવસની મુદત આપવામાં આવી હતી. જોકે આ બાદ પણ ભાડું ન મળતા આખરે નગરપાલિકાએ ફૂડ કોટને સીલ મારી દીધું હતું. ત્યારે ભાજપના જ નેતાનું ફૂડ કોર્ટનું ભાડું કાઢવવા માટે ભાજપ શાસિત મહાનગરપાલિકાએ સીલ મારવું પડતા અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
ADVERTISEMENT