સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત મહાનગરપાલિકાની આજની માસિક સામાન્ય સભા શરૂઆત થાય તેની સાથે જ વિપક્ષી સભ્યએ ડાયસની તરફ પીઠ કરીને બેઠા હતા તેના કારણે સભાની શરૂઆતમાં જ હોબાળો થયો હતો. મેયરની વારંવારની સૂચના બાદ પણ વિપક્ષ સભ્ય સીધાના બેસતા તેમને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Ahmedabad: PM મોદીને મારી નાખવાની પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ
મેયરના ડાયસને વિપક્ષે પીઠ બતાવી
આજે સુરત મહાનગરપાલિકાના સરદારખાનમાં માસિક સામાન્ય સભા મળી હતી. આજની સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ચર્ચા શરૂ થાય તે પહેલા જ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના સભ્ય કનું ગેડીયા મેયરના ડાયસની વિરુદ્ધ દિશામાં ખુશી ફેરવી અને ડાયસની તરફ પીઠ કરીને બેસી ગયા હતા. મતલબ કે મેયરના ડાયસને પીઠ બતાવીને બેસી ગયા હતા.
સુરતઃ કારમેલા માલિકની તેના બે સાથીઓ સાથે 2 પિસ્તોલ અને 3 કારતૂસ સાથે ધરપકડ
ધૃતરાષ્ટ્ર લખેલું પ્લેકાર્ડ બતાવ્યું
તેની સાથે જ તેઓએ હાથમાં ધૃતરાષ્ટ્ર લખેલું પ્લે કાર્ડ દર્શાવતા હતા. વિપક્ષે સભ્ય આક્ષેપ કરી રહ્યા હતા કે મેયર ચર્ચામાં ભાગ લેવા માટે પક્ષાપક્ષી કરે છે. સુરતના મેયર ધૃતરાષ્ટ્ર છે તેઓ આક્ષેપ કરતા હતા. ત્યારબાદ તેઓએ ધૃતરાષ્ટ્ર મેયર હાય હાયના નારા લગાવ્યા હતા અને તેને વિપક્ષી સભ્ય એ સાથ આપ્યો હતો. વિપક્ષી સભ્યના આવા વર્તનને કારણે સામાન્ય સભા ની શરૂઆત થાય તેની સાથે જ મોટો હોબાળો થયો હતો. ભાજપના સભ્યો પણ આ મુદ્દે ભારે ઉશ્કેરાયા હતા અને સામે સૂત્રોચ્ચાર કરતા હતા. ત્યારબાદ મેયર હેમાલી બોઘવાલા એ કનુ ગેડિયા ને વારંવાર સામાન્ય સભાની ગરીમા જાળવવા સીધા બેસવા માટે સૂચન કર્યું હતું. મેયરના આદેશ છતાં પણ ગેડિયા વારંવાર સૂત્રોચાર કરતા હોવાથી તેમને બોર્ડમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલિકાના માર્શલો એ તેમને સભાખંડમાંથી બહાર કાઢ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT