દક્ષિણ ગુજરાતઃ શરૂઆતથી જ હર્ષ સંઘવી આગળ, જાણો જાણો આપ-કોંગ્રેસ ક્યાં આગળ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું છે. મતગણતરી આજે ચાલી રહી છે જેમાં લગભગ બપોર સુધીમાં ગુજરાતની વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે હાલ દક્ષિણ ગુજરાતમાં જે બેઠકો પર સતત લોકોની નજર હતી તે બેઠકો પર કોણ આગળ ચાલી રહ્યું છે અને કોણ પાછલ તે આપણે જાણીએ.

વિધાનસભા બેઠકો પર સતત મતોની ગણતરી થઈ રહી છે ત્યારે આજે સવારે મત ગણતરી શરૂ કરાઈ ત્યારથી ભાજપ આગળ ચાલી રહી છે. મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના વરાછા રોડના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પાછળ ચાલી રહ્યા છે.

    follow whatsapp