સુરતઃ સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આગની ઘટના બની છે. અહીં ના કમલ પાર્ક સોસાયટી પાસે ખુલ્લામાં આવેલી ચપ્પલની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. અહીં આગને કારણે સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલીક સ્થળ પર દોડી જઈ પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો.
ADVERTISEMENT
જાનહાની ન થતા હાંશકારો
સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં કમલપાર્ક સોસાયટી પાસે એક ચપ્પલની દુકાનમાં મંગળવારે આગ ફાટી નિકળી હતી. આગમાં દુકાન અને તેમાં રાખવામાં આવેલા માલસામાનનું ભારે નુકસાન થવા પામ્યું હતું. આગને પગલે આ વિસ્તારના સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. બનાવને પગલે દુકાનનો માલસામાન રાખ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાંશકારો થયો હતો. આગ પર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો હતો.
ADVERTISEMENT