સુરતની પ્રાથમિક શાળામાં વર્ષ 2018 દરમિયાન 14 વર્ષના વિદ્યાર્થીને નગ્ન કરી સતામણી કરનારા પ્રિન્સિપલની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે શનિવારે બાતમીનાં આધારે પ્રિન્સિપાલ નિશાંતની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
પ્રિન્સિપાલે વિદ્યાર્થીને નગ્ન કરી મશ્કરી કરી હતી
વર્ષ 2018માં સુરતના પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના પ્રિન્સિપાલ નિશાંત વ્યાસે પોતાની કેબિનમાં બોલાવી 14 વર્ષના બાળક સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. તેમણે 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી પહેલા તો નિર્વસ્ત્ર કર્યો અને ત્યારપછી અન્ય વિદ્યાર્થીઓને પોતાના ફોનમાંથી વીડિયો ઉતારવા માટે જાણ કરી હતી. આ દરમિયાન લોકોએ તેમના કપડા સંતાડી દીધા અને આખી કેબિનમાં દોડાવ્યો હતો. જોકે ગુનો દાખલ થાય એની પહેલા પ્રિન્સિપાલ ત્યાંથી ભાગી ગયો હતો.
વીડિયો વાઈરલ થતા ચકચાર
પોલીસે આ ગંભીર મુદ્દા પર 14 વર્ષના પીડિત વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. જેમા જાણવા મળ્યું હતું કે આ વીડિયો તો 3થી 4 વર્ષ જૂનો છે અને પ્રિન્સિપાલના કહેવાથી 7 વિદ્યાર્થીઓ સાથે મળીને વીડિયો ઉતાર્યો હતો. આ દરમિયાન પ્રિન્સિપાલના કહેવા પ્રમાણે 2 વીડિયો બનાવાયા હતા, જેમાંથી એક સ્ટાફ રૂમનો હતો. અહીં આ વિદ્યાર્થીને સંપૂર્ણ નગ્ન કરી તેની સાથે જબરદસ્તી કરાઈ રહી હતી. આ દરમિયાન પ્રિન્સિપાલનો ચહેરો પણ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT