સુરતમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, પત્નીની હત્યા કરી લાશ ઠેકાણ પાડતા પતિને મિત્રએ પતાવી દીધો

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને મજૂરીનું કામ કરતા એક પતિ-પત્નીની હત્યા કરાયેલી લાશ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના આવેલ તાપી કિનારેથી મળી…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને મજૂરીનું કામ કરતા એક પતિ-પત્નીની હત્યા કરાયેલી લાશ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના આવેલ તાપી કિનારેથી મળી આવેલી હતી. ચોક બાજાર પોલીસે આ બંને ડેથ બોડી કબજે લઈને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી હતી. ત્યારબાદ આ બંને મર્ડરની તપાસ શરૂ કરતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે એક અક્ષય કટારા નામના આરોપીની દાહોદ ખાતેથી ધરપકડ કરી છે.

સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાપી નદી કિનારેથી 29મેની સાંજે પહેલા એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ત્યારબાદ થોડીક નજીકથી વધુ એક પુરુષની પણ લાશ મળી આવેલી હતી. એક સાથે એક જ જગ્યાથી મળી આવેલ બંને ડેથ બોડીને લઈને આ તપાસમાં ચોક બજાર પોલીસ સિવાય સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે બંને ડેથ બોડી પતિ-પત્નીની છે. પતિનું નામ કૌશિક રાવત અને પત્નીનું નામ કલ્પના રાવત છે.

આ બંને રાંદેર વિસ્તારમાં રહે છે અને મજૂરી કામકાજ કરે છે. મૃતક પતિ-પત્નીની રહેઠાણવાળી જગ્યા પર જ્યારે પોલીસની ટીમ પહોંચી હતી ત્યારે ખબર પડી હતી કે તેમની સાથે અન્ય એક અક્ષય કટારા નામનો ઈસમ અને તેની પત્ની પણ રહે છે. પણ તેઓ રૂમ છોડીને ક્યાંક ફરાર થઈ ગયા છે. સુરત પોલીસે ફરાર થયેલા અક્ષય કટારા નામના યુવાનની તપાસ શરૂ કરતા ખબર પડી કે તેઓ દાહોદ ખાતે રહે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે દાહોદ ખાતેથી આ ડબલ મર્ડર્સ સંદર્ભે અક્ષય કટારા નામના એક યુવાનની ધરપકડ કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા અક્ષય કટારા નામના યુવાને પોલીસની સામે ખુલાસો કર્યો હતો કે, મૃતક કૌશિક રાવના મારી પત્ની સાથે આડા સંબંધ હતા. આ વાત કૌશિકની પત્નીએ મને જણાવી હતી. આ વાતથી નારાજ કૌશિકે પોતાની પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કરી લાશને ઓટો રિક્ષામાં નાખી તાપી કિનારે ફેંકી દીધી હતી. આ વાતની જાણ થતા આરોપી અક્ષય કટારા પણ ત્યાં તાપી કિનારે પહોંચી ગયો હતો અને કૌશિક સાથે ઝગડો શરૂ કર્યો હતો. આ ઝઘડામાં જ આરોપી અક્ષય એ કૌશિકને ગળે ટૂંપો આપી મારી નાખી લાશ તાપી કિનારે ફેંકી દીધી હતી.

    follow whatsapp