સુરતની યુવતી સાથે દિલ્હીની સાક્ષી જેવું બનતા રહી ગયુંઃ પોલીસે તુરંત યુવકને પકડ્યો

સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલમાં જ દિલ્હીમાં સાક્ષી નામની કિશોરી પર એક યુવક દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા કરી તેને પ્રેમ સંબંધ નહીં રાખવાને લઈને મોતને ઘાટ ઉતારવામાં…

Surat Police, lalgate police, marriage, one side love, crime News

Surat Police, lalgate police, marriage, one side love, crime News

follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલમાં જ દિલ્હીમાં સાક્ષી નામની કિશોરી પર એક યુવક દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા કરી તેને પ્રેમ સંબંધ નહીં રાખવાને લઈને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આવી જ ઘટના સુરત પોલીસની ત્વરિત કામગીરીને પગલે બનતા રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. સુરતની લાલગેટ પોલીસે યુવતીને બળજબરીથી લગ્ન કરવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી યુસુફ ખાન વિરુદ્ધ ધમકી, છેડતી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે. યુવક દ્વારા યુવતીને નિકાહ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરીને તેને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે યુવક પોતાની આપેલી ધમકીને અનુસરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

ભાવનગર કોર્પોરેશને 2 જ મહિનામાં ઘરવેરાની 100 કરોડની કરી વસુલાત

‘લગ્ન નહીં કરે તો મારી નાખીશ’
સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશને પકડાયેલા આ વ્યક્તિનું નામ યુસુફ ખાન છે, જેણે તેની સાથે મેડિકલ એજન્સીમાં કામ કરતી યુવતીને બળજબરીથી નિકાહ કરવાનું કહ્યું હતું અને જો લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે તેની સાથે કામ કરતી યુવતીને કહ્યું હતું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને મારી નાખીશ. યુસુફ ખાન પોલીસની પકડમાં આવી ગયો છે. સુરતની લાલગેટ પોલીસે યુફસ વિરુદ્ધ ધમકી, છેડતી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે. હકીકતમાં સુરતમાં રહેતી એક યુવતી અને આરોપી યુસુફ ખાન શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી મેડિકલ એજન્સીમાં સાથે કામ કરતા હતા. દરમિયાન છેલ્લા ત્રણ માસથી યુસુફ યુવતીને સતત ત્રાસ આપતો હતો. યુવતીએ તેના પરિવારજનો સાથે વાત કરી. પરિવારે યુવતીને હિંમત આપી અને તે પોલીસમાં ફરિયાદ કરવા તૈયાર થઈ ગઈ હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુસુફ તેની સાથે બળજબરીથી લગ્ન કરવા દબાણ કરતો હતો. જો તે બાથરૂમમાં જતી તો તે ત્યાં પણ આવીને તેને ‘તેરે કો સમસ્યા ક્યા હૈ, ક્યા મસાલા હૈ, તુ ક્યૂં નહીં કરતી’ કહેતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. યુવતીએ નોકરી છોડી દેતાં શખ્સે તેને ફોન પર ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે બોમ્બેવાલા બિલ્ડિંગ, હોડી બંગલામાં રહેતા 20 વર્ષીય યુસુફ જમાલ ખાન વિરુદ્ધ છેડતી, ધાકધમકી અને ત્રાસનો કેસ નોંધ્યો છે. બુધવારે મોડી રાત્રે પોલીસે યુસુફ ખાનની પણ ધરપકડ કરી હતી.

    follow whatsapp