સુરત પોલીસનો સપાટો, ચેન્નઈમાંથી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, રૂ.17 લાખની નકલી નોટ મળી

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેર પોલીસે ચેન્નઈમાંથી એક ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. સાથે જ આ મામલે સુરત SOG દ્વારા નકલી નોટ છાપતા મુખ્ય…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેર પોલીસે ચેન્નઈમાંથી એક ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. સાથે જ આ મામલે સુરત SOG દ્વારા નકલી નોટ છાપતા મુખ્ય આરોપી સૂર્યા સેલવરાજની ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપી પાસેથી 17 લાખ રૂપિયાની ભારતીય ચલણી નોટો કે જે નકલી હતી તે ઝડપી પાડવામાં આવી છે. આ આરોપીએ અત્યાર સુધીમાં 2 કરોડ 12 લાખ 38 હજાર રૂપિયાની નકલી નોટો અલગ અલગ રાજ્યમાં મોકલી હોવાનો પણ ખુલાસો થયો છે.

સુરતમાંથી મળ્યું નકલી નોટોના કારખાનાનું પંગેરું
સુરતના અમરોલી પોલીસને જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શાંતિલાલ મેવાડા નામનો ઈસમ નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી રહ્યો છે. તેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા નામના ઇસમોની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ શાંતિલાલ અને વિષ્ણુને નકલી નોટ પૂરી પાડતો ઈસમ કે જે બેંગ્લોરમાં રહેતો હતો તેની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નામ માઈકલ હોવાનું સામે આવ્યું છે. માઈકલ નામના આરોપીની સુરત દ્વારા પૂછપરછ કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું હતું કે માઈકલ કે જે શાંતિલાલ મેવાડાને નકલી નોટની સપ્લાય કરતો હતો તે આ નકલી નોટો ચેન્નઈમાં રહેતા સુર્યા સેલવારાજ પાસેથી મેળવતો હતો.

ચેન્નઈ પોલીસને સાથે રાખીને રેડ પાડી
તેથી SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યાના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો. આરોપીના ઘરેથી જ નકલી ભારતીય ચલણી નોટો છાપવાનું એક કારખાનું પણ મળી આવ્યું હતું. આરોપીના ઘરેથી પોલીસ દ્વારા 17 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ કલર પ્રિન્ટર, કટર મશીન, લેમિનેશન અને હિટિંગ મશીન, માર્કર સિક્યુરિટી થ્રેડ 70 નંગ અને 20 નંગ ચાઇના કાગળનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

સ્ટેમ્પ પેપર એગ્રીમેન્ટ પર છપાતી નોટો
આરોપી સૂર્યાની પૂછપરછ કરતા પોલીસને માહિતી મળી હતી કે તે 2016-17માં શેર બજારમાં કામ કરતો હતો. ત્યારે નુકસાન થયું હતું અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેને આ રસ્તો અપનાવ્યો હતો. આરોપી દ્વારા થ્રીડી એનિમેશનનો કોર્સ પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેને નોટ બનાવવાનો વિચાર આવ્યો. ત્યારબાદ ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ વિગતો સર્ચ કરીને નોટ બનાવવાનું તેને શીખ્યું હતું. ત્યારબાદ આરોપીએ રાઈટ વે કેપિટલ નામની એક કંપની 2022માં સ્થાપી હતી અને ગ્રાહકો સાથે તે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરતો હતો તેનો કાગળ નકલી ચલણી નોટ બનાવવા માટે યોગ્ય લાગ્યો અને ત્યારબાદ 2022માં નોટ બનાવવાનું શરૂ કર્યું.

બિહારમાંથી મગાવતો સિક્યોરિટી થ્રેડ
4 2022ના ઓગસ્ટ મહિનામાં આરોપીએ નોટ બનાવવા માટે સાધન સામગ્રી ખરીદી હતી અને તેને પોતાના ઘરે જ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તે નકલી નોટ છાપવામાં સફળ થયો હતો. આ દરમિયાન ઇન્ટરનેટના માધ્યમથી બિહાર રાજ્યનો એક વ્યક્તિને તેના સંપર્કમાં આવ્યો હતો તેની પાસેથી નકલી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યુરિટી થ્રેડ ઓનલાઈનથી મંગાવ્યા હતા. મહત્વની વાત કહી શકાય કે આ નોટ છાપ્યા બાદ તેને તમિલનાડુમાં એક વ્યક્તિને 50,000 રૂપિયાની નકલી નોટો 15 હજાર રૂપિયાના ભાવે આપી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માઈકલ દ્વારા ડિસેમ્બર 2022થી આજ દિન સુધીમાં 79 લાખ રૂપિયાની ચલણીનો સુર્યા પાસેથી લેવામાં આવી હતી અને 79 લાખની નકલી નોટના બદલામાં આરોપીએ 15 લાખ રૂપિયા વસુલ્યા હતા. આરોપી સૂર્યા ક્યારેક આ ચલણી નોટો રૂબરૂ તો ક્યારેક કુરિયર કંપનીની મદદથી સહ આરોપીને મોકલતો હતો અને જાન્યુઆરી 2023માં તેને હૈદરાબાદમાં રહેતા એક વ્યક્તિને 52 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો આપી હતી.

    follow whatsapp