સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સી સોસાયટીમાં રહેતા રહિશો સોસાયટીના બિલ્ડરની વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા.લક્ષ્મી રેસીડેન્સીના રહીશો અને બિલ્ડર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં ક્લબની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. સોસાયટીના રહીશો સોસાયટીમાં જ બેસીને બિલ્ડરની વિરુદ્ધમાં ઘરના પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે રાત્રે પોલીસે આવીને કેટલાક સભ્યોની અટકાયત કરતા મામલો બિચક્યો હતો. જે બાદ પોલીસ સ્ટેશનમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT
વિગતો મુજબ, સુરતના કતારગામમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સી સોસાયટીના સભ્યોનો આક્ષેપ હતો કે જ્યારે સોસાયટી બનાવવામાં આવી હતી ત્યારે બિલ્ડર દ્વારા સોસાયટીમાં એક જગ્યા ઉપર ક્લબ હાઉસ બનાવવાની વાત કરાઈ હતી. પરંતુ પછી બિલ્ડર દ્વારા ક્લબ હાઉસ બનાવવાની જગ્યા બીજાને વેચી દેવાની વાત સામે આવી હતી. બિલ્ડરના આ નિર્ણયને લઈને સોસાયટીમાં રહેતા લોકો વિરોધ કરી રહ્યા હતા.
સોસાયટીમાં દિવસ દરમિયાન બિલ્ડર વિરુદ્ધ વિરોધ ચાલ્યો હતો. સોસાયટીના રહેવાસી રામ ધૂન કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા. ધરણાં વાળી જગ્યા પર રાત થતાં કતારગામ પોલીસ પહોંચી હતી અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના વર્તનને લઈને સોસાયટીના લોકો પોલીસ સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા અને ત્યાં પોલીસની સાથે ઘર્ષણ શરૂ થયું હતું. મોડી રાત્રે કલાકો સુધી કતારગામ પોલીસ સ્ટેશનની બહાર અને અંદર પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. સોસાયટી અને બિલ્ડર વચ્ચે ચાલી રહ્યા વિવાદના વચ્ચે પોલીસની એન્ટ્રી થતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
ADVERTISEMENT