સંજયસિંહ રાઠોડ.સુરતઃ કહેવાય છે કે લોભીયા હોય ત્યાં ધૂંતારા ભૂખે ના મરે. પણ લોભ લાલચમાં ચીટરોના હાથે ચઢી ગયેલા એક સોનીને આખરે સુરત પોલીસના શરણે જવું પડ્યું હતું. કદાચ આ સોની હવે કાન પકડીને લાલચ નહીં કરું તેવું પણ બોલી ગયા હશે. એક કિસ્સો ગુજરાતના સુરતથી સામે આવ્યો છે. સુરત શહેરમાં જ્વેલરીનો ધંધો કરતા એક જ્વેલર્સ બિલ વગર સોનું વેચવાના લોભમાં નિકળી ગયા હતા અને લૂંટનો શિકાર બન્યા હતા. સુરતમાંથી 65 લાખનું સોનું લૂંટનાર ચાર લૂંટારુઓ સુરત પોલીસના હાથે બરોડા નજીકથી ઝડપાયા છે. ધરપકડ કરાયેલા ચાર લૂંટારુઓમાંથી એક ખડગપુર IITનો વિદ્યાર્થી પણ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચારેય લૂંટારુઓ પાસેથી 100-100 ગ્રામના દસ સોનાના બિસ્કિટ પણ કબજે કર્યા છે.
ADVERTISEMENT
સોનું હાથમાં આપતા જ સોનીને માર્યો ધક્કો…
સીસીટીવીમાં કેદ થયેલી આ તસવીરો તે લોકોની છે જેઓ સોનું ખરીદવા ઈન્દોરથી સુરત પહોંચ્યા હતા. આ ચારેય લોકો વર્ષા નામની મહિલા મારફતે સુરતના જ્વેલર બિઝનેસમેન રાજેશ શાહ સુધી પહોંચ્યા હતા. આ ચારેયને ઓળખતી વર્ષા નામની મહિલાએ રાજેશ શાહને તેમના સંપર્કમાં મૂક્યા હતા. 30 જૂન 2023ના રોજ આ લોકો સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કાપડિયા હેલ્થ ક્લબ પાસે પહોંચ્યા હતા. જ્વેલર બિઝનેસમેન રાજેશ શાહે બિલ વગરનું 100 ગ્રામ સોનું અને 10 બિસ્કિટ આપ્યા કે તરત જ આ લોકોએ તેમને ધક્કો મારીને સોનું લૂંટીને ભાગી ગયા હતા. 65 લાખની કિંમતના સોનાની લૂંટ થયાની માહિતી મળતા જ સુરત પોલીસે કાર્યવાહી કરવી પડી હતી અને લૂંટારુઓને પકડવા માટે ચારેય દિશામાં ટીમો તૈયાર કરવામાં આવી હતી. તેઓ સુરતથી નીકળી રહ્યા છે, સુરત પોલીસ દર મિનિટે બરોડાની માહિતી મેળવી રહી હતી, સુરતથી આશરે 200 કિમી દૂર આ લોકો સ્વીફ્ટ કારમાં પહોંચ્યા હતા કે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને બરોડા પોલીસની ટીમ એ પકડી પાડયા હતો.
લોરેન્સ બિશ્નોઈના સાગરિતો ડ્રગ્સ સાથે પકડાયા, સુરેન્દ્રનગરના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ઉલ્લેખનીય છે કે સોની પણ કાળા કામ કરવા નીકળ્યો હતો પરંતુ જ્યારે તેની સાથે જ ચોરના ભાઈ ઘંટી ચોર જેવી હરકત થઈ ત્યારે પોલીસ અને કાયદો યાદ આવ્યો હતો. પોલીસની મદદ લઈને પોતાના લૂંટાયેલા સોનાને પાછું મેળવવા માગતા આ સોનીએ પહેલા તો બિલ વગર વેચવાની તૈયારી બાંધી અને લાલચ કરવા ગયો ત્યારે જઈને આ હાલત થઈ હતી. જોકે આ ઘટના અન્ય લાલચુઓ માટે ચેતવણી રૂપ ઘટના તો કહી જ શકાય.
ADVERTISEMENT