સંજયસિંહ રાઠોડ.સુરત: ગુજરાત પોલીસ પર આ પહેલી વખત નથી કે તોડ કર્યાના આક્ષેપો લાગ્યા હોય. અવારનવાર ગુજરાત પોલીસ પર તોડ કરવાના ઢગલાબંધ આરોપ સામે આવી ચુક્યા છે. હવે આવી જ એક ઘટના સુરતમાં પણ બની છે. જોકે અહીં પોલીસ માટે શરમજનક બાબત એ છે કે 50 હજાર રૂપિયા માટે ખાખીનો રંગ કાળો કર્યો છે. સુરત શહેરના પુણા વિસ્તારમાંથી પોલીસે એક મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિ પાસે 50 હજારનો તોડ કર્યો હોવાના આરોપ સ્ટોરના સંચાલકે કર્યા છે.
ADVERTISEMENT
BREAKING: પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, પાક. રેન્જર્સે કોર્ટ રૂમમાંથી જ એરેસ્ટ કર્યા
કમિશનરને અરજી કરી પણ કોઈ કાર્યવાહી નહીં?
સુરત પોલીસનો વધુ એક તોડકાંડ સામે આવ્યો છે. સુરત શહેરના પુણા પોલીસે એક મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિ પાસેથી 50 હજાર નો તોડ કર્યો છે એવા આક્ષેપ ખુદ મેડિકલ સ્ટોરના સંચાલકે કર્યા છે. એટલું જ નહીં પુણા પોલીસના પોલીસ જવાનોએ દર મહિને 5 હજાર રૂપિયા હપ્તો પણ આપવાની ધમકી આપી છે. મેડિકલ સ્ટોરના સંચાલકે આ મામલે ૧૨ એપ્રિલના રોજ પોલીસ કમિશનર ઓફિસમાં એક અરજી પણ કરી છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનું પણ તેમનું કહેવું છે. મેડિકલ સ્ટોરના સંચાલકે જ્યારે પોલીસ કર્મીઓની આ તોડ કાંડની ફરિયાદ લઈને પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યા હતા, તો પોલીસ ઇન્સ્પેક્ટરે પણ એમના છોકરાને બે લાફા માર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગુજરાત તક સાથે વાતચીત કરતા મેડિકલ સ્ટોરના સંચાલકે સુરત પોલીસના આવા તોડબાજો સામે પોતાની લાચારી દર્શાવી હતી.
ADVERTISEMENT