સંજયસિંહ રાઠોડ.સુરતઃ આરોપીઓના સરઘસ નહીં કાઢવાની ગુજરાત હાઈકોર્ટની પોલીસને સૂચના છે જોકે છતાં ગુજરાત પોલીસમાં ઘણી વખત આવું બનતું આપણે જોયું છે. હાલમાં સુરતમાં અવારનવાર અપરાધીઓ કોઈપણ પ્રકારના અપરાધને અંજામ આપતા હોય છે. સુરત પોલીસે આવા અપરાધીઓની શાન ઠેકાણે લાવવા માટે હવે નવી તરકીબ અજમાઈશ શરૂ કરી છે. અપરાધીઓની સમાજમાં ધાક ઘટાડવા માટે જાહેરમાં પોલીસ સરઘસ કાઢે છે. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપરાધીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને હાથ જોડાવી લોકો પાસે માફી પણ મંગાવી હતી જેના વીડિયો સામે આવ્યા છે.
ADVERTISEMENT
156ની સરકાર છે, કરાર આધારિક ભરતી નહીં કાયમી કરોઃ ગેનીબેન ઠાકોર
લોકોએ પોલીસની કામગીરીને વખાણી
તસવીરો સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.આ તસવીરોમાં જોઈ શકાય છે કે પોલીસ બે આરોપીઓનો સરઘસ કાઢી રહી છે. રોડ ઉપર ચાલતા અપરાધીઓ હાથ જોડી રહ્યા છે અને પોલીસ એની સાથે સાથે ચાલી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની સૂરજ કાલિયા ગેંગના આ બે અવધેશ રામ અચલ સહાની અને બીજો રણજીત પાસવાન છે. આ બન્ને આરોપીઓ વિરુદ્ધ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. પોલીસના ચુંગાલમાંથી ફરાર ચાલતા આ બંને આરોપીઓ પકડાયા તો પોલીસ આ બંને આરોપીઓને એ જ વિસ્તારમાં લઇ ગઈ હતી. જ્યાં આ બંને ગુના આચરતા હતા. પોલીસે આ આરોપીઓનો આ પ્રકારે વરઘોડો કાઢી આ વિસ્તારમાં રહેતા લોકોને નિર્ભય બનાવની કોશિશ કરી હતી. સુરત પોલીસની આ કોશિશને લોકો પણ વખાણી રહ્યા છે.
ADVERTISEMENT