સુરતઃ રહસ્યમય રીતે યુવતી પાંચમા માળેથી પટકાઈ, મોતઃ પરિજનોના હોસ્ટેલ સામે આરોપ

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના પલસાણા ખાતે બલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદરકા નર્સિંગ કોલેજમાં યુવતીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. જેને લઈને પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના પલસાણા ખાતે બલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદરકા નર્સિંગ કોલેજમાં યુવતીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. જેને લઈને પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સુરતની પલસાણા પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે. બનાવને પગલે યુવતીના મોતને લઈને વિવિધ સવાલો પરિવારજનોએ કર્યા છે.

અમેરિકામાં મહત્વના સોદા, મિસ્રમાં સર્વોચ્ચ સમ્માન.. આ બાબતોમાં ખાસ રહી PM મોદીની વિદેશ યાત્રા

ચૌધરી સમાજના અગ્રણીઓએ વ્યક્ત કર્યો રોષ
સુરત ગ્રામ્ય વિસ્તારના પલસાણા ખાતે મલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદારકા નર્સિંગ કોલેજમાં ૨૦ વર્ષિય સોનલ બીજા વર્ષમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. જે કોલેજના હોસ્ટેલના પાંચમાં માળેથી પડી ગઈ હોવાની જાણકારી કોલેજ તરફથી પરિવારજનોને મળી હતી. દીકરીની ચિંતામાં આ માહિતી મળતા જ પરિવારજનો નર્સિંગ કોલેજ પર પહોંચ્યા હતા. કોલેજમાંથી આવેલા કોલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારી દીકરીને ખેંચ આવતા તે પડી ગઈ છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ચૌધરી પરિવારને ખબર પડતા જ તેઓ નર્સિંગ કોલેજના કેમ્પસમાં પહોંચ્યા હતા પણ તેઓને તેમની દીકરી સાથે કઈ અજુગતું બનાવ બન્યો હોય એવું લાગ્યું હતું. સોનલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના ક્રમે ચૌધરી સમાજના આગેવાનોએ એકઠા થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરતના કિકવાડ ગામની રેહવાસી 20 વર્ષીય સોનલ ચૌધરી બીજા વર્ષના નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. યુવતી સાથે કઈક અજુગતું થયું હોવાનો પરિવાર જનોનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી.

    follow whatsapp