Surat News: યુવાનો માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. જ્યાં માતા પિતા પ્રેમથી અને પેટે પાટા બાંધીને સંતાનોને મોટા કરે છે ત્યાં બાળકો નાના અમથા કારણે જીવન ટુંકાવી દે છે ત્યારે તેમના ગયા પછી માતા પિતાની શું હાલત થશે તેનો વિચાર સુદ્ધા કરતા નથી. માતા-પિતાના સંતાનો પ્રત્યે જેટલા સપનાઓ હોય છે જેટલી લાગણીઓ હોય છે બધું ક્ષણમાં પતી જાય છે અને માત્ર તેમની પાસે સંતાનની યાદો અને તસવીરો રહી જતી હોય છે. આવી કરુણ ઘટનાઓ હંમેશા આંખ ઉઘાડનારી હોવી જોઈએ ના કે તે ઘટનાઓથી પ્રેરાવું જોઈએ. હાલમાં જ આવી એક ઘટના ઘટી છે જેને જાણીને આપને પણ થશે કે આવી સ્થિતિ કુદરત કોઈ માતા-પિતાની ના લાવે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક યુવાનને મોબાઈલની જબ્બર લત લાગી હતી. એટલી હદે કે મોબાઈલ પાછળના ગેલાપણાંમાં તેણે પોતાનો જીવ પણ સસ્તો લાગી ગયો હતો. તેણે માતાએ મોબાઈલ આપવાની ના પાડી તો આપઘાત કરી લીધો હતો. બસ દસ દિવસ પછી તેનો બર્થડે છે, જરા વિચાર કરો તે દિવસ આ માતા પિતા માટે કેટલો કપરો રહેશે, આવનારું ભવિષ્ય આ માતા પિતા માટે કેટલું મુશ્કેલ રહેશે. ખેર, મામલાને લઈને પોલીસે વધુ તાપસ હાથ ધરતા યુવાનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
ADVERTISEMENT
Gandhinagar News: સેલ્ફી લેવાના ચક્કરમાં 3 વિદ્યાર્થી કેનાલમાં ડૂબ્યા, ફાયર વિભાગની શોધખોળ
જન્મદિવસની ગીફ્ટમાં જોઈતો હતો નવો મોબાઈલ
સચિન જીઆઈડીસી વિસ્તારમાં શ્રીજી પ્રવેશ રેસીડેન્સીમાં રહેતા પારશ શર્મા નામના 19 વર્ષના યુવકે નવા એન્ડ્રોઈડ ફોનની માગ કરી હતી. જોકે માતાપિતાએ હાલ પુરતા મોબાઈલ લેવાની ના પાડી હતી. જેનું તેને મનમાં લાગી આવ્યું અને તેણે જીવન ટુંકાવી દીધું હતું. તેના પિતા સંજીવ કુમાર શર્મા લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનો ગુજરો કરતા હતા. દસ દિવસ પછી પારસનો જન્મ દિવસ હતો જેમાં ગીફ્ટ પેટે તે નવો એન્ડ્રોઈડ ફોન માગી રહ્યો હતો. જોકે માતાપિતાએ તેની સતત જીદની સામે તેને નવા મોબાઈલ માટે ના પાડી હતી. માઠુ લાગી જતા તેણે ફાંસા ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવાર માટે આ ઘણો દુખદ સમય હતો. પોલીસને જાણ થતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT