Surat News: બુધવારે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશ અણઘણ, દંડક રચના હિરપરા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ સુરત સ્મિમેર હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. સુરત સ્મિમેરની બદતર હાલત અને દર્દીઓ તથા એમના સગાઓને પડતી દુવિધાથી ખુદ વિપક્ષ નેતા સહીત પદાધિકારીઓ અચંબામાં પડી ગયા હતા. નેતાઓની સરપ્રાઈઝ વિઝિટમાં હોસ્પિટલની હાલતની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
ADVERTISEMENT
હોસ્પિટલમાંથી મળી ખાલી દારુની બોટલ્સ
સુરત મહાનગરપાલિકાના નવ નિયુક્ત વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ મનપા સંચાલિત સ્મિમેરના અધિકારીઓ સાથે સરપ્રાઈઝ મુલાકાત લેતા માલુમ પડ્યું કે, દર્દીઓને બહારની લેબોરેટરીમાંથી રિપોર્ટ કરાવવાની ફરજ પડી રહી છે. તદુપરાંત હોસ્પિટલ ની આસપાસની જગ્યાઓમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેથી ફરજ પર હાજર સિક્યોરિટી ના માણસો નો પણ ઉધડો લીધો હતો. અમુક વોર્ડમાં 30 બેડની મર્યાદામાં 40 થી 45 બેડ ફાળવ્યા હતા. જેથી વોર્ડમાં જાણે કીડીયારું ઉભરાતું હોય એવો માહોલ દેખાતો હતો. સામાજિક ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડતા જોવા મળ્યાં હતા. બીજું કે ટોયલેટ બાથરૂમમાં નિયમિત સફાઈ થતી નથી એ પણ જાણવા મળ્યું હતું.
Gujarat Rain: ગુજરાતથી ચોમાસાની થશે અલવિદાઃ જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત
ઉપનેતા મહેશ અણઘણે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં સિટી સ્કેન મશીન પણ વર્ષો જુના જોવા મળ્યાં હતા. સુરતના લોકો કરોડોનો ટેક્ષ ભરે છે તો પણ યોગ્ય સુવિધાની અછત એ સારી બાબત નથી. મહેશ અણઘણે જણાવ્યું કે, એક જગ્યા એ તો બિલ્ડીંગમાંથી ઝાડ ઉગી નીકળ્યું હતું, તે પણ સત્તાધીશો એ કાપવાની તસ્દી લીધી નથી. જેને લીધે કદાચ આવનારા વર્ષોમાં એ બિલ્ડીંગને પણ નુકસાન થવાની ભીતિ છે.
દંડક રચના હિરપરા એ જણાવ્યું હતું કે, ઘણી જગ્યા એ દર્દીઓના બેડ પેસેજમાં જોવા મળ્યાં હતા. તો પેસેજમાં ના રાખીને અલગ અલાયદો વોર્ડ બનાવવામાં આવે જેથી કરીને દર્દીઓ હેરાન ના થાય. ખાસ તો મહિલાઓને અને બાળકોને પુષ્કળ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT