Surat News: ક્યારેક આપણું તંત્ર પણ એવા એવા કામ કરી દેતું હોય છે કે તેની બુદ્ધી ક્ષમતા માટે પણ બે ઘડી વિચારમાં પડી જવાય. આવી જ એક વિવાદીત ઘટના સુરતના ઓલપાડ વિસ્તારમાં બની છે. અહીં એક શાળાના બે ઓરડા તોડી પાડીને પંચાયત ભવન ઊભુ કરી દેવામાં આવ્યું પરંતુ એ જ શાળાના જર્જરિત ઓરડાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી. જોકે તેવું કેમ કરવામાં આવ્યું નથી તેનું સ્પષ્ટ કારણ જાણવા મળી રહ્યું નથી પરંતુ આવા કામ જોતા એટલી ખબર પડે છે કે તંત્ર માટે શિક્ષણનું મહત્વ કેટલું છે અને ભવ્ય-દિવ્ય કરવાનું મહત્વ કેટલું છે. જાણે કે બસ ભવ્ય અને દિવ્યના નામે ગર્વ કરતા રહો, એ વિધાન કહેનારાઓનું અહીં સાચું પડતું લાગી રહ્યું છે. હવે આ મામલો હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. જોવું રહ્યું કે આગળ શું થશે.
ADVERTISEMENT
Banaskantha News: Heart Attackની ઘટનાઓ વચ્ચે ડીસામાંથી પકડાયું શંકાસ્પદ ભેળસેળ યુક્ત મરચું
5 ઓરડા બનાવી આપવાના વાયદાના હાલ બેહાલ
સમાચાર માધ્યમના અહેવાલો અનુસાર, તના ઓલપાડમાં આવેલા સાંધેર ગામની પ્રાથમિક શાળાનો વિવાદ હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. શાળાના ઓરડાં તોડીને પંચાયત ભવન બનાવવામાં આવતા હવે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. આદિવાસી વિસ્તારમાં આવેલી 1થી 8 ધોરણ સુધીની આ શાળાના માત્ર 5 ઓરડાં હતા અને એ પણ જર્જરિત. ત્યાં પંચાયત ભવન બનાવવા માટે તંત્રએ 2 ઓરડાં તોડી પાડ્યા. પરંતુ નવા ઓરડાં ન બનાવી આપ્યા. જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાં થઇ રહ્યા છે તેવો આક્ષેપ છે. તંત્રએ ખાતરી આપી હતી કે 2 ઓરડાં તોડ્યા છે, તેના બદલે નવા 5 રૂમ બનાવી આપીશું. પરંતુ તંત્ર પોતાના વાયદા ભૂલી ગયું. તો, અહીં શિક્ષણ કરતા પંચાયત ભવનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા આક્ષેપ છે. જેને લઇ સમગ્ર મામલો હવે હાઇકોર્ટ પહોંચ્યો છે.
ADVERTISEMENT