Surat News: આપણે ત્યાં હમણાંથી એક કલ્ચર ચાલ્યું છે કે નજીવો ઘટાડો થાય ત્યારે વાહવાહી એવી કરવી કે લોકોને આ ઘટાડો મોટી ભેટ કે મોટી રાહત લાગે. જોકે જ્યારે પણ વધારો થાય છે ત્યારે તેને એવી રીતે દર્શાવાતા નથી કે તેને કારણે કેટલો મોટો ફટકો પડી રહ્યો છે. જોકે અહીં અમે આપને જણાવા જઈ રહ્યા છે કે સુરતના લોકોના ખિસ્સા પર બોજ વધાર્યો છે. જ્યારે રક્ષાબંધન પર કોઈ ભાવ ઘટાડો કરાય છે ત્યારે ભાઈ બની બહેનોને ભેટ આપ્યાનું કહેવાય છે તો રક્ષાબંધન પછી પણ આ જ તંત્ર ભાઈ સમાન જ રહેને? હવે આ ભાઈ બનેલું તંત્ર બહેનો, ભાણા, ભાણેજ અને પોતાના જીજાઓના ખીસ્સા પર કેવી રીતે બોજ વધારે છે તે અંગે જોઈએ.
ADVERTISEMENT
BRTS સ્ટેન્ડ પર લાગ્યા નવા ભાવ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરતમાં કોર્પોરેશન સંચાલિત સિટી બસના ભાડામાં રૂપિયા 1થી લઈને 5નો વધારો કરવામાં આવ્યો છે. આ બસોનો ઉપયોગ મોટાભાગે મીડલ ક્લાસ અને ગરીબ પરિવારો દ્વારા કરવામાં આવતો હોય છે. ઓડી, બીએમડબલ્યૂ રાખનારા અમિરો આ બસમાં કેટલા જોવા મળે છે તે આપ જાણો છો. આ બસ ભાડાની અસર સીધી મીડલ ક્લાસ અને ગરીબ પરિવારો પર પડવાનો છે તે નક્કી છે. ઉપરાંત BRTS બસ સ્ટેન્ડ ખાતે પણ નવા ભાવ વધારાના બેનર લાગી ચુક્યા છે.
Ahmedabad News: આનંદ નિકેતન સ્કૂલમાં ધો.5ના ક્લાસમાં અચાનક ડ્રગ્સ-ન્યૂડીટી કન્ટેન્ટની ફિલ્મ શરૂ થઈ ગઈ
સુરતમાં પરિવહન માટે શહેરીજનો આસપાસના વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા અપાય છે. જે વર્ષોથી અન્ય શહરોમાં પણ આવી જ રીતે ત્યાંની સ્થાનીક કોર્પોરેશન કે કોર્પોરેશન સાથેની ટેન્ડર પ્રક્રિયાથી ચાલે છે. હવે સુરત માત્ર એક શહેર છે જ્યાં એક ટીકીટથી સિટીબસ અને BRTS બંનેમાં વ્યક્તિ મુસાફરી કરી શકે છે. BRTSના કુલ 13 રૂટ તથા સિટીબસના કુલ 45 રૂટ પર અંદાજીત અઢી લાખ લોકો આ સેવાનો લાભ લેતા હોય છે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ ટીવી9ના અહેવાલ અનુસાર, આ સુવિધાને લઈને હમણાં 18 ઓગસ્ટે સુરત સિટીલિંક લિ.ની 38મી બોર્ડ મીટીંગ થઈ હતી. જેમાં 1 સપ્ટેમ્બરથી સુરત કોર્પોરેશન સંચાલિત જાહેર પરિવહન સેવામાં મીનીમમ ભાડા રૂપિયા 4 અને મેક્સીમમ ભાડાના રૂપિયા 22 અને અનલિમિટેડ મુસાફરી કરવા માટે સુમન પ્રવાસનું ભાડું રૂપિયા 25 અમલી હતું જેમાં હવે આજથી મીનીમમ ભાડાના રૂપિયા 5, મેક્સીમમ ભાડાના રૂપિયા 25 અને અનલિમિટેડ મુસાફરી માટેના સુમન પ્રવાસનનું ભાડું રૂપિયા 30 કરી દેવામાં આવ્યું છે.
સિટીલિંક એપ્લિકેશનથી બચાવી શકાશે 20 ટકા ભાડું
તંત્રનું કહેવું છે કે હવે છુટા રૂપિયાની સમસ્યાનું પણ નિવારણ આવશે. સાથે જ વધુ સારી સેવા પુરી પાડવાનો હેતું છે અને ડીજીટલાઈઝેશનને પ્રાધાન્ય આપવા તંત્ર દ્વારા સિટીલિંક મોબાઈલ એપ્લીકેશન મારફતે કેશલેસ ટ્રાન્જેક્શન થકી શહેરના લોકોને મુસાફરી માટે ટિકિટમાં સીધા જ 20 ટકાનું ડિસ્કાઉન્ટ આવામાં આવશે. જોકે તંત્રએ અહીં એ બાબતને કદાચ ધ્યાને નહીં લીધી હોય કે જે લોકો મોબાઈલ યૂઝર્સ નથી તેવા લોકોને આ લાભ તો મળી શકશે નહીં. મતલબ કે જો આપ સ્માર્ટફોન યૂઝર છો અને આ સિટીલિંગનો ઉપયોગ કરો તો જ ડિસ્કાઉન્ટ પણ જે લોકો અત્યંત ગરીબ પરિવારો છે કે જેઓ પણ બસમાં મુસાફરી કરતા હોય છે તેવા લોકોને આવા કોઈપણ ડિસ્કાઉન્ટથી દૂર રહેવું પડશે.
ADVERTISEMENT