સુરતઃ સુરતમાં હત્યાને ઓડિશાની ટ્રિપલ ટ્રેન એક્સિડેન્ટમાં ખપાવી દેવાનો જબ્બર કારસો રચાયાનું સામે આવ્યું છે. અહીં માંગરોળમાં એક હત્યાની ઘટના કોઈ ફિલ્મી પ્લોટને પણ ટક્કર મારે તેવી છે. બે પુત્રીઓ સાથે મળીને પતિને પત્નીએ મોતને ઘાટ ઉતારી દીધો અને લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી નજીકના મેદાનમાં દાટી દીધો. જોકે તે પછી પોતે ઓડિશા વતનમાં ભાગી ગઈ અને ત્યાં પતિનું ઓડિશાના રેલવે એક્સિડેન્ટમાં મોત થયાનું ચિત્ર ઊભું કર્યું. જોકે સમગ્ર મામલો પોલીસના સામે ખુલ્લો પડી ગયો છે અને હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર કહાની
ઘટના એવી બની કે સુરતમાં માંગરોળ ખાતે ઉમંત રેસિડેન્સી આવેલી છે જ્યાં એક ઓડિશાનો પરિવાર રહેતો હતો. આ પરિવારમાં નરેશ નાયક, તેમની પત્ની સવિતા નાયક અને તેમની બે પુત્રીઓ રહેતા હતા. જોકે દરમિયાનમાં પત્ની સવિતાએ પતિ નરેશની હત્યા કરીને તેની લાશને પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ઘર નજીકના ખુલ્લા મેદાનમાં ખાડો ખોદીને દાટી દીધો હતો.
Train Accident: ઓરિસ્સામાં વધારે એક ટ્રેન દુર્ઘટના, 6 મજૂરોના ઘટના સ્થળે નિપજ્યાં મોત
કેવી રીતે મળી લાશ?
પત્નીએ નરેશની હત્યા કરીને તેને દાટી દીધો હોવાની વાત ગત 2 જૂનથી 3 જૂન આસપાસ બની હતી. જોકે તે પછી તો તે પુત્રીઓ સાથે પોતાના વતન ઓડિશા જતી રહી હતી. દરમિયાનમાં 6 જૂને મેદાનમાંથી અત્યંત દૂર્ગંધ આવી રહી હતી. લાશની દૂર્ગંધને કારણે સ્થાનીકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે નરેશનો મૃતદેહ બહાર કઢાવ્યો ત્યારે સ્થાનીકો તેને ઓળખી ગયા અને પોલીસને કહ્યું આ તો નરેશભાઈ છે જે અહીંયા રહે છે. પોલીસે પડોશીઓના નિવેદન લીધા અને લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી.
જોકે તે પછી આ મહિલાએ પોતાના ત્યાં નરેશ ઓડિશાના એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાની સ્ટોરી ઘડી કાઢી નરેશની હત્યાની આખી ઘટનાને ઓડિશાના અકસ્માતમાં ખપાવી નાખવાનો કારસો ઘડ્યો હતો. જોકે અહીં લાશની દૂર્ગંધે તેના સમગ્ર પ્લાનીંગ પર પાણી ફેરવી નાખ્યું છે.
ADVERTISEMENT