મોરડિયા પરિવારના સામુહીક આપઘાતમાં બચી ગયેલી દીકરીએ ભર્યું અંતિમ પગલું, સુરતમાં કરુણાંતિકા

સુરતઃ સુરતમાં એક મોરડિયા પરિવારે સામુહિક આપઘાતની ચકચારી ઘટના બની હતી. આ ઘટનામાં એક મોટી દીકરી કે જે ઘરે ન હોવાને કારણે બચી ગઈ હતી.…

gujarattak
follow google news

સુરતઃ સુરતમાં એક મોરડિયા પરિવારે સામુહિક આપઘાતની ચકચારી ઘટના બની હતી. આ ઘટનામાં એક મોટી દીકરી કે જે ઘરે ન હોવાને કારણે બચી ગઈ હતી. તેણે આજે અંતિમ પગલું ભરી લીધું છે. પરિવારમાં તમામ સભ્યો મૃત્યુ પામ્યા હતા આ દીકરી અને અન્ય એક દિકરો માત્ર દીકરી બચી ગઈ હતી કારણ કે જ્યારે પરિવારે ઝેર પી લીધું ત્યારે તે ત્યાં હાજર ન હતી. આખરે આ દીકરીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. તે જીવન અને મરણ વચ્ચેની જંગ લડી રહી છે.

પરિવારના બંને સભ્યો બચી ગયા પણ…
રત્નકલાકારના પરિવારે કથિત રીતે આર્થિક તકલીફોને લઈને પરિવાર સાથે મોત વ્હાલું કર્યું હતું. સુરતના સરથાણા વિસ્તારના મોરડિયા પરિવારે બુધવારે રાત્રે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. જેમાં પુત્ર-પુત્રી અને માતાનું મોત થયું હતું જે પછી થોડા વખત બાદ પિતા પણ મૃત્યુ પામ્યા હતા. આમ મોરડિયા પરિવારના ચારેય સભ્યોના મોત થયા હતા. જોકે અહીં આ પરિવારની સૌથી મોટી દીકરી જ્યારે પરિવારે ઝેર લીધું ત્યારે તે ઘરે ના હતી. આ ઉપરાંત તેમનો એક મોટો દિકરો પણ ઘરે ના હતો. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.

WTC Final Ind vs Aus: ભારતને મળ્યો તગડો ટાર્ગેટ, એલેક્સ કૈરીએ બનાવ્યા 66 રન

સુરતના મોરડિયા પરિવારે જ્યારે આપઘાત કર્યો ત્યારે પરિવારનો મોટો દિકરો પોતાના મિત્રને ત્યાં ગયો હતો જ્યારે તે પરિવારની અન્ય એક મોટી દીકરી માસીના ઘરે ગઈ હતી. તે સમયે આ પરિવારે અંતિમ પગલું લીધુ હતું. જેના કારણે બંને બચી ગયા હતા. આ પરિવારના મોભી રત્નકલાકારે ઝેર પી લીધા પછી પોતાના કૌટુંબિક ભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારા દિકરા અને દીકરીને સારવી લેજે. ઉલ્લેખનીય છે કે આર્થિક મુશ્કેલીઓને પગલે આ પરિવારનો દરેક સભ્ય આર્થિક ઉપાર્જન માટે કોઈને કોઈ કામ કરતો હતો. પત્ની અને પુત્રી પણ લેસ પટ્ટીનું કામ કરતા હતા. પોતે પણ રત્નકલાકાર હતા. જોકે તેમણે આખરે અંતિમ પગલું ભર્યું હતું. આજે આ પરિવારની સભ્ય આ મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

    follow whatsapp