સુરત: સુરતમાં વધુ એક હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. એમ્બ્રોઈડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવીને મહિલાએ અંગતપળોનો વીડિયો ઉતારી લીધો. બાદમાં આ જ વીડિયોને હથિયાર બનાવી વાઈરલ કરવાની ધમકી આપી અને યુવક પાસેથી રૂ.5 લાખ અને ફ્લેટનો બનાખાત પોતાના નામે કરાવી લીધો હતો. જોકે આટલું લીધા બાદ પણ મહિલાની લાલચ ન સંતોષાઈ અને વધુ પૈસાની માગણી કરતા તેના પાપનો ઘડો ફૂડ્યો. મહિલાની પજવણીથી પરેશાન વેપારી આખરે પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભાવનગરમાં થઈ હતી પ્રેમ સંબંધની શરૂઆત
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવતા વેપારી 2016માં ભાવનગરમાં હીરાનું કારખાનું ચલાવતા હતા. દરમિયાન તેમને હર્ષા નામની એક મહિલાનો સંપર્ક થયો હતો. હર્ષાનો પતિ બેકાર હોવાથી તેણે વેપારીને કહેતા તેના પતિને કારખાને નોકરીએ રાખ્યો હતો. પતિ-પત્ની બંને વેપારીના ઘરે ઘણીવાર જતા દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે પણ હર્ષાનો પતિ ઘરે ન હોય ત્યારે તે વેપારીને બોલાવતી અને બંને સંમતિથી સંબંધ બાંધતા હતા.
5 લાખ, ફ્લેટ પડાવ્યા છતાં પૈસાની માગણી ચાલું હતી
એક દિવસ વર્ષાએ વેપારીને તેના ઘરે બોલાવ્યો. આ દરમિયાન તેના પતિએ બંનેના અંગતપળોનો વીડિયો ઉતારી લીધો અને વેપારીને ‘મારી પત્ની સાથે ગંદુ કામ કરે છે’ તેમ કહી વીડિયો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી અને રૂ.5 લાખ પડાવી લીધા હતા. આ બાદ પણ યુવકે વીડિયો ડિલીટ ન કર્યો, જેથી વેપારી કંટાળીને સુરત રહેવા જતો રહ્યો. થોડા વર્ષો બાદ વર્ષાએ ફરી વેપારીને ફોન કર્યો અને પોતે પણ સુરત રહેવા આવી ગઈ હોવાનું કહી વેપારીને મળવા બોલાવ્યો હતો. વેપારીએ ત્યાં જતા બંને વચ્ચે ફરી પ્રેમભરી વાતો થઈ અને તેમણે એકાંત માણ્યું. થોડા દિવસ બાદ વર્ષા અને તેનો પતિ વેપારીના કારખાને પહોંચ્યા અને એકાંતનો વીડિયો બતાવી ગાળાગાળી કરી રૂપિયા માગવા લાગ્યા અને પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી.
ફોન, કપડાં, દાગીનાની ખરીદીના બિલ પણ વેપારી પાસે ભરાવાતા
વેપારી બદનામીના ડરે પૈસા આપતો ગયો. વર્ષા બાદમાં કપડા, મોબાઈલ, ઘરવખરીનો સામાન તથા દાગીનાની ખરીદીના બિલ પણ વેપારી પાસે જ વસૂલ કરતી. વેપારીએ બુક કરેલો ફ્લેટ પણ પોતાના નામે કરાવી લીધો. આટલું કર્યા બાદ પણ વેપારીના ઘરે જઈને તેને માર માર્યો. આથી કંટાળીને વેપારીએ હર્ષા અને તેના પતિ પરેશ જોશી સામે ફરિયાદ નોંધાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT