સંજયસિંહ રાઠોડ/સુરત: બાગેશ્વર ધામના ધરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ ગુજરાતના સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજવાના છે. બાબા બાગેશ્વર ધામના આ દિવ્ય દરબારને લઈને સુરતમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં આગમનને લઈને તેમના એક ભક્તે તેમને ભેટ તરીકે આપવા માટે ખાસ ચાંદીની ગદા તૈયાર કરી છે.
ADVERTISEMENT
સુરતમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર
ગુજરાતની આર્થિક રાજધાની અને ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ સિટી તરીકે દેશ અને વિશ્વમાં પ્રખ્યાત એવા સુરત શહેરમાં પ્રથમવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 26 અને 27 મેના રોજ સુરત શહેરના લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં આવેલ નીલગીરી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાનાર છે, જેમાં લગભગ બે લાખ લોકો ઉમટી પડવાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર ધામના સમર્થકો ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવિધ રીતે સ્વાગત કરવા તૈયારીઓ કરી રહ્યા છે.
પાટીલના હસ્તે ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાશે ભેટ
ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકોમાંના એક સાંબરમલ બુધિયા છે, જેમણે તેમના સ્વાગત માટે બાલાજી હનુમાનજીની ચાંદીની ગદા તૈયાર કરાવી છે. ઉદ્યોગપતિ સાબરમલ બુધિયા સાંકેત ગ્રુપના માલિક છે. તેઓ આ ગદાને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધીરેન્દ્ર શાસ્ત્રીને સુરત દરબારમાં ભેટ તરીકે આપશે. બાલાજી હનુમાનજી મહારાજનું સૌથી પ્રિય શસ્ત્ર તેમની ગદા છે. બાલાજી હનુમાનજી મહારાજ અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુશ કરવા માટે, સુરતના જ્વેલર્સ ડી. ખુશાલદાસે ખાસ તૈયાર કરેલી ગદાનો ઓર્ડર આપ્યો છે. આ ગદાનું વજન 1 કિલો 161 ગ્રામ છે. જેની કિંમત 1.25 લાખ રૂપિયા છે.
15 દિવસ લાગ્યા ગદા તૈયાર કરવામાં
આ ગદાને 5 કારીગરો દ્વારા 15 દિવસમાં તૈયાર કરવામાં આવી છે. ગદા પર હાથ કળાનો નમૂનો પણ જોવા મળશે. સુરતના જ જ્વેલર્સ દ્વારા આ ગદાને તૈયાર કરવામાં આવી છે, જેને આજે ઉદ્યોગપતિને અપાઈ હતી. હવે આ ગદા આગામી 26 અને 27મીએ કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાશે.
ADVERTISEMENT