સુરતમાં યુવકે પહેલા સિક્યોરિટી ગાર્ડને બેગ, મોબાઈલ આપ્યા, બાદમાં કેબલ બ્રિજ પરથી પડતું મૂક્યું

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પરથી યુવક તાપીમાં નદીમાં કૂદી ગયો હોવાના ઘટના સામે આવી રહી છે. યુવક બ્રિજ પર પહોંચ્યો અને પોતાનો સામાન,…

gujarattak
follow google news

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પરથી યુવક તાપીમાં નદીમાં કૂદી ગયો હોવાના ઘટના સામે આવી રહી છે. યુવક બ્રિજ પર પહોંચ્યો અને પોતાનો સામાન, બેગ તથા ફોન કેબલ બ્રિજ પરના સિક્યોરિટી ગાર્ડને આપ્યો હતો અને બાદમાં દોડીને બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

કેબલ બ્રિજ પરથી યુવકની છલાંગ
વિગતો મુજબ, તાપી નદી પરના કેબલ બ્રિજ પર અચાનક યુવક આવી પહોંચ્યો હતો. તેણે પોતાની બેગ, મોબાઈલ સહિતની વસ્તુઓ સિક્યોરિટી ગાર્ડને આપી અને બાદમાં બ્રિજ પર વચ્ચેના ભાગમાં જવા લાગ્યો હતો. આથી સિક્યોરિટી ગાર્ડને તેના પર શંકા ગઈ હતી. જેથી તે યુવકને પકડવા પાછળ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં યુવકે કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.

ફાયરની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી
આથી ફાયર વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી હતી. એવામાં ફાયરના જવાનોએ નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. જોકે યુવક દ્વારા આ પ્રકારનું પગલું કેમ ભરવામાં આવ્યું તે અંગે હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. બીજી તરફ આ રીતે આપઘાત કરવાના યુવકના પ્રયાસથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલમાં યુવકની ઓળખ સાથે તેના આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેનું કારણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

    follow whatsapp