સુરતમાં તોડ બાજ પત્રકારે બુટલેગર પાસે પૈસા માગતા બે મહિલાઓએ રોડ વચ્ચે ઢીબી નાખ્યો, VIDEO વાઈરલ

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં કથિત પત્રકાર બુટલેગર પાસે તોડ કરવા જતા માર પડ્યો હતો. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો સામે આવી રહ્યો છે. જે સુરતના પાંડેસરા…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં કથિત પત્રકાર બુટલેગર પાસે તોડ કરવા જતા માર પડ્યો હતો. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો સામે આવી રહ્યો છે. જે સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીંના લક્ષ્મીનગર વિસ્તારમાં સાપ્તાહિક પેપરના નામે બે યુવાનો તોડ કરવા જતા જબરા ફસાઈ ગયા હતા. બુટલેગરને ધમકાવીને પૈસાની માગણી કરાતા મામલો બિચક્યો હતો. જેમાં બે મહિલાઓએ જાહેરમાં યુવક પર લાફાવાળી કરી હતી. જેનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે.

    follow whatsapp