સુરતનો કરૂણ કિસ્સો, દીકરીને હવામાં ઉછાળી રમાડી રહ્યાં પિતા કેચના કરી શકતા 3 વર્ષની બાળકીનું મોત

Latest Surat News: સુરતથી એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાનો વ્હાલ જ દીકરીના મોતનું કારણ બન્યું હતું. સુરતમાં એક પિતા તેણી દીકરીને વ્હાલથી રમાડી રહ્યા હતા આ દરમિયાન દીકરી હાથમાંથી છટકી હતી અને નીચે પટકાઇ જેના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી. 3 વર્ષની બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન જ બાળકીએ જીવ ગુમાવ્યો હતો અને આ સમાચાર સામે આવતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

Latest Surat News

વ્હાલસોયી દીકરીનું મોત

follow google news

જાણો સમગ્ર ઘટનાક્રમ

મળતી માહિતી અનુસાર, સુરતના  લિંબાયત વિસ્તારમાં સરફરાજ શેખ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.  તેમના પરિવારમાં પત્ની એક પુત્રી અને બે પુત્ર છે. ગતરોજ આ વ્યક્તિ તેમની 3 વર્ષીય બાળકીને રમાડી રહ્યો હતો આ દરમિયાન બાળકી હાથમાંથી પડી જતાં ટેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. 

વ્હાલસોયી દીકરીનું મોત

ઘટના બનતા જ બાળકીને તરત જ  સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન જ બાળકીનું મૃત્યુ થયું હતું. વ્હાલસોયી દીકરીની મોતની ખબર સાંભળતાની સાથે જ   માતા-પિતા સહિત પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

    follow whatsapp