સુરત: તહેવારોની સીઝન જતા જ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસો માથું ઉચકી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી નવા કેસોની ઝડપ વધી છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. શહેરમાં કોરોનાના દર્દીઓના ઘરની બહાર સાવચેતી માટે હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર મારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાંદેરમાં કોરોના પોઝિટિવ દર્દીના ઘર બહાર સ્ટીકર લાગ્યું
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા શ્રીજી નગરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ થતા તેના ઘરની બહાર હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર મારવામાં આવ્યા હતા. સુરતની વાત કરીએ તો રવિવારે સુરતમાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા હતા. આમ હાલમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 50 છે.
હાલ ગુજરાતમાં 700થી વધુ એક્ટિવ કેસ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો ગઈકાલે 24 કલાકમાં 133 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 70 દર્દીઓ હતા. જ્યારે મહેસાણા 16, સુરત શહેરમાં 8, રાજકોટ તથા વડોદરામાં 6-6 કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એક્ટિવ કેસોની કુલ સંખ્યા 740 થઈ ગઈ છે.
ADVERTISEMENT