સુરતઃ સુરતના આઠવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું હાર્ટ એટેક આવાત મૃત્યુ થયું છે. આ ઘટના સામે આવતા જ વધુ એક વખત હાર્ટ એટેકની ઘટનાઓને લઈને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે જે ચિંતા જનક લોકો માટે છે પણ સરકાર માટે આ કેટલી ચિંતા જનક છે તે સરકાર જાણે, ખાણીપીણીથી લઈને ખાદ્ય પદાર્થોમાં ભારે ભેળસેળ અને ડુપ્લીકેશન પણ સામે આવી રહ્યું છે ત્યારે વારંવાર બની રહેલા હાર્ટ એટેલના બનાવો લોકો વચ્ચે વિવિધ ચર્ચાઓને જોર આપી રહ્યા છે. હાલમાં ઘણા લોકોમાં હાર્ટ એટેકના વધતા બનાવો પાછળ કોરોના વેક્સીનેશનને પણ જવાબદાર માનવામાં આવી રહી છે પરંતુ તબીબી દ્રષ્ટીએ આ અંગે કેટલી સત્યતા છે તે જાણીને જ આ પ્રકારના નિવેદનો પર વિશ્વાસ કરવો કે નહીં તે નક્કી કરવું જોઈએ.
ADVERTISEMENT
તબીબે જયેશભાઈને મૃત જાહેર કરતા જ પરિવાર શોકમાં
સુરત શહેરમાં આઠવા વિસ્તારમાં 42 વર્ષીય જયેશભાઈ પટેલ ટેલરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ આજે સવારે પોતાના ઘરે બાથરુમમાં ન્હાવા ગયા હતા. ન્હાવા દરમિયાન જયેશભાઈને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. પરિવારજનો તેમને તુરંત હોસ્પિટલ લઈને દોડ્યા હતા. જોકે નવી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા અને ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરી તો તેઓ મૃત્યુ પામ્યા હોવાનું માલુમ પડ્યું હતું. તબીબે તેમને મૃત જાહેર કરતા જ પરિવારના પગ તળે જાણે જમીન ખસી ગઈ હોય તેમ પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘણા સમય પહેલા એવું મનાતું કે ઢળતી ઉંમરે હાર્ટ એટક આવતા હોય પરંતુ હવે તો ઉંમરનો કોઈ પડાવ સ્પષ્ટ જોવા મળી જ રહ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી તો ખાસ યુવાન વયે કે બાલ્યાવસ્થામાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવવા લાગી છે જે તંત્રના માટે આંખ ઉઘાડનારી છે, જોકે તેની સ્પષ્ટ જાણકારી સામે નથી આવી કે તંત્ર જાગશે ક્યારે?
ADVERTISEMENT