Surat: વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મોત, મિત્રોને ફોન કર્યો પણ…

સુરતઃ સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનની જીંદગી હણાઈ છે. સતત છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બીજી ચિંતાની…

Surat: વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મોત, મિત્રોને ફોન કર્યો પણ...

Surat: વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મોત, મિત્રોને ફોન કર્યો પણ...

follow google news

સુરતઃ સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનની જીંદગી હણાઈ છે. સતત છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બીજી ચિંતાની બાબત એ પણ છે કે હાર્ટ એટેકને કારણે હાલમાં જે લોકો મૃત્યુ પામે છે તેમાં યુવાનોની સંખ્યા પણ વધી રહી છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે.

સુરતમાં હજીરામાં એક 28 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવાનને એટેક આવતા તેને હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ કરાઈ હતી પરંતુ 108 એમ્બ્યુલન્સ વાનના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો. મરનાર યુવક 28 વર્ષનો હતો જેનું નામ રાહુલ સિંગ હોવાનું જાણવા મળે છે. આ યુવાન અહીં હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં કામ કરતો હતો.

અમરેલીમાં કરા પડ્યાઃ હવામાનની આ મોટી આગાહીને પગલે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ

યુવાનની તબીયત બગડતા તેના મિત્રોને ફોન કરવામાં આવ્યો હતો. તે તબીયત બગડી ત્યારે ઘરમાં હતો અને તેની તબીયત બગડ્યાની જાણ થતા મિત્રો દોડી પણ આવ્યા હતા. જોકે તેને હોસ્પિટલમાં લઈ જવા આવેલી 108 એમબ્યુલન્સના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો.

    follow whatsapp