સંજયસિંહ રાઠોડ/સુરત : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડવાના રેકેટનો પર્દાફાશ સુરત શહેર પોલીસના ઇકો સેલ દ્વારા કરવામાં આવ્યો છે. ઇકો સેલ દ્વારા સુરતના ડિંડોલી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 45 પાસબુક, 74 સીમકાર્ડ, 53 ડેબિટ કાર્ડ 38 આધાર કાર્ડ, 5 મોબાઇલ અને લેપટોપ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ પરમોકલી અપાયા છે. પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું કે, ઓનલાઇન ક્રિકેટ સટ્ટા હેઠળ 1218 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ સમગ્ર ટ્રાન્ઝેશન મેચની હાર/જીત બાદ થયું છે અને તપાસમાં આ આંકડો હજી પણ મોટો થઇ શકે છે.
ADVERTISEMENT
સુરત શહેરના ઇકો સેલ દ્વારા પાડવામાં આવ્યા દરોડા
સુરત શહેર પોલીસના ઇકો સેલ અને એસઓજીની ટીમે ડિંડોલીના રાજ મહેલ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 117 મા શિવ એન્ટરપ્રાઇઝ નામથી ઓનલાઇન કપડા વેચનારી દુકાન સહિત ત્રણ અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. પોીલસે અહીંથી હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા, સુનિલ ચૌધરી અને ઋષીકેશ અધિકાર શિંદેની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 3મોબાઇલ ઝડપાયા હતા અને આ દરમિયાન પોલીસે એક પછી એક કરીને ત્રણેય દુકાનોમાં સર્ચ કર્યું તો ઇન્ડસઇન્ડ બેંકના 23, ફેડરલ બેંકના 5, એક્સિસ બેંકના 2, આઇડીએફસી બેંકના ચાર, એયૂ સ્મોલ ફાયનાન્સના 2 અને ધ ફાઇનાન્સિયલ કોઓપરેટિવ બેંકની એક પાસબુક, વીઆઇ કંપનીના 39 સિમકાર્ડ, જિઓના 13, એરટેલ કંપનીના 22 સીમકાર્ડઅલગ અલગ નામથી 16 રેન્ટ એગ્રીમેન્ટ મળ્યા બાદ પોલીસ પણ ચોકી ઉઠી તી.
અનેક ડુપ્લીકેટ આધારકાર્ડથી માંડી અનેક ડુપ્લીકેટ વસ્તુઓ મળી આવી
આ ઉપરાંત ઋષીકેશ શિંદેના અલગ અલગ નામથી 38 આધારકાર્ડ તથા અલગ અલગ નામથી 16 રેંટ એગ્રીમેન્ટ મળ્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે પુછપરછમાં હરીશ ચૌધરી અને ઋષીકેશે જણાવ્યું કે, હુજૈફા કૌસર મક્કાસર નામના વ્યક્તિ પર અલગ અલગ વ્યક્તિઓના નામે નકલી રેંટ એગ્રીમેન્ટ જણાવીને તેના આધાર પર ગુમાસ્તાધારાનું નકલી લાયસન્સ લઇને કાર્ડ ખરીદતા હતા.
આખુ ડુપ્લીકેશનની માયાજાળ બનાવી
આ લાયસન્સ મુદ્દે નકલી નામથી બેંક ખાતુ ખોલાવવા ઉપરાંત સિમકાર્ડ પણ ખરીદતા હતા. આ ખુલાસા બાદ પોલીસે હુજૈફા કૌશલ મકાસરાને ધરપકડ કરીને પુછપરછ કરી તો તેણે કાબુલ કર્યું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં રહેનારા એનઆરઆઇ કિશન અને અમિત દ્વારા ઇન્ટરનેશનલ સ્તર પર ક્રિકેટ સટ્ટા ઓપરેટર કરવામાં આવે છે. તેના માટે તેમણે સીબીટીએફ કમ 4K.COM અને ટી-20 exchange.com નામની વેબસાઇટ બનાવી છે. જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે.
અનેક સટ્ટા કંપનીઓનો આર્થિક વ્યવહાર સંભાળી રહ્યા હોવાની આશંકા
આ અંગેની માહિતી આપતા સુરતના પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું કે, હરીશ અને ઋષીકેશની 2022 માં હુજૈફા મક્કાસર વાળા સાથે મુલાકાત થઇ હતી. ઇન્ટરનેશનલ લેવલના સટ્ટાની બેટિંગનો આર્થિક લેવડ દેવડ ટીમ B2C.ડોટકોમ પરથી ડેટા લઇને એન્ટ્રી કરવા માટે તેના મિત્ર અશોક મહેતાના ભાઇ હાર્દિક નવીન મહેતા જે અમદાવાદમાં રહે છે તેણે યુક્રેનનાં એનઆરઆઇ કિશન પ્લેટિનમની માહિતી બાદ એન્ટ્રી મુદ્દે મહીનામાં 50 હજાર પગાર તરીકે આપતાહ તા. હુજૈફા મકાશિર વાળા તેને એકાઉન્ટ માટે ડેટા ઉપલબ્ધ કરાવતો હતો. આ મુદ્દે અત્યાર સુધી આ મુદ્દે હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા ચૌધરી, ઋષીકેશ અધિકાર શિંદે, હુજૈફા કૌશલ મક્કાસર વાળા અને ચોથા આરોપી રાજ દિનેશ કુમાર શાહની પણ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હરીશ અને ઋષીકેશે જે નકલી ડોક્યુમેન્ટના આધારે 55 બેંક એકાઉન્ટ બનાવ્યા હતા અને તેમાંથી 53 બેંકિંગ એકાઉન્ટને પોલીસે સીઝ કર્યા છે. જેમાંથી 1,72,84 કરોડ રૂપિયાની રકમ હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.આ મોબાઇલ અને લેપટોપ ચેક કરવાથી ટ્રેડ ચીપ, રિટર્ન એન્ટ્રી DW 01&02, સ્ટોરેજ એન્ટ્રી DW 01&02 તથા @વર્ક નામના પાંચ ગ્રુપ મળ્યા હતા. જેમાં યુગોસ્લાવિયા નામ અમિત UKR, હરેશ ઇંગ્લેન્ડ, યુક્રેશ કિશનભાઇ નામના નંબર હતા. પોલીસ આ રેકેટમાં પુરાવા ન મળે તે માટે હુજેફા અનેતેના ભાઇએ યુક્રેનના અમિત દ્વારા અપાયેલા બન્ને મોબાઇલ અને લેપટોપનો ડેટા ફોર્મેટ કરી દીધો હતો. જેની રિકવરી માટે FSL ની મદદ લેવાઇ રહી છે.
પૈસા ક્યાંકથી આવે અને પૈસા ક્યાંક જમા થાય
ક્રિકેટના સટ્ટાની રકમ જે 55 ડમી એકાઉન્ટમાં જમા થતી હતી તેમાંથી બે વસ્તુઓ બનાવવામાં આવી હતી. એકમાં ડિપોઝીટ અને બીજાને ચુકવવાની રકમ જમા થતી હતી. સટ્ટેબાજ રકમ હાર્યા તો તેની રકમ જમા લેવાતી હતી અને જો જીત થાય તો તેને રકમ ચુકવવામાં આવતી હતી. 55 બેંક એકાઉન્ટ મેસેજ કરવામાં આવતા હતા. રકમ ચુકવવા માટે વ્હોટ્સએપ લિંક ઉપરાંત આઇડી નંબર, બેંકનો IFSC કોડ અને રકમની માહિતી પણ મોકલાતી હતી. સુરતમાં ખુલ્લેલા બેક એકાઉન્ટમાં એક લાખથી વધારેની રકમ જમા થાય તો તેની જાણ વિદેશમાં બેઠેલા લોકોને પડતી અને તેઓ વિદેશમાંથી જઆ રૂપિયા ઉપાડી લેતા હતા.
ADVERTISEMENT