સુરતમાં BJPમાં જોડાયેલા કનુ ગેડિયાએ કેજરીવાલને કહ્યા ‘રાક્ષસ’, AAPના ચાર કોર્પોરેટરો સંપર્કમાં હોવાનો દાવો

સંજયસિંહ રાઠોડ/સુરત: થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા કોર્પોરેટર કનુ ગેડીયાએ આજે AAP પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા કોર્પોરેટર કનુ ગેડીયાએ આજે AAP પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર સીધો હુમલો કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં હાજરી આપવા પહોંચેલા કોર્પોરેટર કનુ ગેડીયાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં હિરણ્ય કશ્યપ નામનો એક રાક્ષસ હતો જે પોતાને ભગવાન કહેવડાવવા પ્રજા ઉપર અત્યાચાર કરતો હતો એ જ રીતે વર્તમાનમાં રાક્ષસ છે અરવિંદ કેજરીવાલ જે પોતાને ભગવાન કહેવડાવવા માટે વિડીયો બનાવીને પોતાના કાર્યકર્તાઓને વિધાનસભા ઇલેક્શનમાં પ્રચાર કરાવતો હતો.

સુરતમાં વિરોધ નહીં રહે?
વધુમાં કોર્પોરેટર કનુ ગેડીયા કહ્યું હતું કે, એટલા માટે એમને વર્તમાન રાક્ષસ કીધું છે. ઓપરેશન ડેમોલેશન અંતર્ગત હાલ આપમાંથી પાર્ટીના ચાર કોર્પોરેટરો સંપર્કમાં છે. તેઓ ભાજપમાં જોડાઈ જશે તો સુરત મહાનગર પાલિકામાંથી AAP પાર્ટી વિરોધ પક્ષમાંથી પણ પડી જશે. એ રીતનું અમારું આયોજન છે.

AAPને કનુ ગેડિયાને શું જવાબ આપ્યો?
સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા કોર્પોરેટર કનુ ગેડીયાને સંતુલિત ભાષામાં જવાબ આપ્યો હતો. ધર્મેશ ભંડેરી કહ્યું હતું કે, જનતા સાથે ગદ્દારી કરીને ભાજપમાં સામેલ થવા વાળા કોર્પોરેટર જે બકવાસ કરી રહ્યા છે, જો તમારી અંદર જરાક પણ શરમ બાકી હોય તો AAPમાંથી રાજીનામું આપી અને જે પાર્ટીમાં તમે સામેલ થયા છો એ પાર્ટીમાંથી ચૂંટણી લડી લેવી જોઈએ. જેથી જનતા નક્કી કરશે કે તમે જનપ્રતિનિધિને લાયક છો કે નહીં. આવી રીતે અનાપ સનાપ બકવાસ કરવાથી કોઈને કઈ ફરક પડશે નહીં.

 

    follow whatsapp