સંજયસિંહ રાઠોડ.સુરતઃ કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપના નેતાઓ વિવિધ વિસ્તારોમાં જઈને કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષમાં કરેલા કામોનો હિસાબ જનતા અને મીડિયા સમક્ષ રાખી રહ્યા છે. આના સંદર્ભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ડો. હર્ષ વર્ધન દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ડૉ. હર્ષ વર્ધને સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષનો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી સાથે જ નથી કરી પરંતુ જે રીતે વિશ્વમાં નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે તે મુજબ નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓ માટે ડાર્લિંગ બની ગયા છે.
ADVERTISEMENT
વાવાઝોડા બાયપરજોયની અસરઃ અલંગમાં સમુદ્ર તોફાની થવાની શરૂઆતમાં જ 7 ફૂટ ઉછળ્યા મોજા- Video
મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદીની કરી સરખામણી?
સુરત ખાતે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા ડો.હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા જેવા દેશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે, તેઓ માત્ર યુથ આઈકોન જ નહીં પરંતુ સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી વિશે વિચારી શકું છું, જેમને રાષ્ટ્રપિતા તરીકે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે અને તે જ વાત આજે નરેન્દ્ર મોદીજી સાથે છે. કે આજે તે સમગ્ર વિશ્વના નેતાઓના ડાર્લિંગ બની ગયા છે.
ADVERTISEMENT