Ayodhya Ram Mandir Pran Pratishtha: અવધ મેં રામ આયે હૈ…. અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો અયોધ્યા પહોંચી ચૂક્યા છે.
ADVERTISEMENT
દિલીપ કુમાર લાઠીએ બધાને છોડી દીધા પાછળ
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશ અને દુનિયાના કરોડો ભક્તોએ ક્ષમતા મુજબ દાન આપ્યું છે. રામ મંદિરના નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે. ગુજરાતમાંથી પણ અનેક લોકોએ રામ મંદિર માટે દિલ ખોલીને દાન આપ્યું છે. પરંતુ એક વ્યક્તિ એવી છે જેણે દાનના મામલામાં દેશના અનેક ધનિકોને પાછળ છોડી દીધા છે. અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે દિલીપ કુમાર વી. લાઠી.
101 કિલો સોનાનું આપ્યું દાન
સુરતની હીરાની ફેક્ટરીના માલિક દિલીપ કુમાર લાઠીએ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે. જેની કિંમત અંદાજે 68 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. આ રીતે લાઠી પરિવારે રામ મંદિર માટે સૌથી વધુ રકમ દાનમાં આપી છે. લાઠી પરિવાર દ્વારા આપવામાં આવેલા સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવા માટે કરવામાં આવ્યો છે.
ગોવિંદ ધોળકિયાએ પણ આપ્યું છે 11 કરોડનું દાન
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સોનાનો ઉપયોગ રામ જન્મભૂમિ મંદિરમાં ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ADVERTISEMENT