Surat Crime News: આપણે ત્યાં જુગારમાં ઘણું બધું દાવ પર લાગી જતું આપે જરૂર જોયું અને સાંભળ્યું પણ હશે. શ્રાવણ માસમાં વિવિધ બહાનાઓ હેઠળ જુગારિયાઓ પોતાના શોખ પુરા કરવા ગેરકાયદે જુગાર રમતા મળી જાય છે. આવા ઘણા સામે પોલીસ કાર્યવાહી થતી પણ આપે જરૂર જોઈ હશે પરંતુ સુરતના એક જુગારના કેસમાં હોમગાર્ડની નોકરીનો દાવ લાગી ગયાની ઘટના છે. આ જુગારના કેસમાં 9300નો તોડ કરવાના મામલાની જાણકારી ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચી ગઈ, પછી શું હતું. આ કેસમાં તોડપાણી કરવાના મામલામાં હોમગાર્ડઝને નોકરીના ફાંફા પડી ગયા છે. હોમગાર્ડ સામે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
તોડ કર્યો અને એ પણ ઓનલાઈન… બોલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા અને પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતો નારાયણ પ્રકાશ કલાલ (મહાલક્ષ્મી સોસાયટી) અને શનિ નામનો વ્યક્તિ જુગારિયાઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તેમનો 9300 રૂપિયાનો તોડ કરી ગયા હતા. આ મામલામાં ભોગ બનનાર સોનું સીંગ નામના વ્યક્તિએ કડોદરા પોલીસ મથકે અરજી કરી હતી. જેને પગલે પોલીસે હોમગાર્ડ સામે ખંડણી લેવા મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
CR પાટીલનું મોટું નિવેદનઃ નવા કાર્યકરોને મળશે ચૂંટણીમાં તક, સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પહેલા ચકમક
હોમગાર્ડ જવાનો દ્વારા કડોદરા વિસ્તારમાં કૃષ્ણનગર મેવાડા ભવનમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાને લઈને પોતે હોમગાર્ડ હોવા છતા પોલીસ હોવાની ઓળખ આપીને જુગાર રમતા લોકોના ફોટા પાડીને ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. બાદમાં તોડબાજીથી આ બંને શખ્સોએ ત્યાં હાજર યુવાનોના ફોન પે દ્વારા બે હજાર અને 7થી 8 હજાર જેટલા રોકડા લઈ તમામના જપ્ત કરી લીધેલા ફોન આપ્યા હતા. જે અંગે પોલીસ મથકે અરજી થયા પછી કાર્યવાહી થતા મામલો ઉઘાડો પડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ પણ આવું વર્તન ના ચલાવી લેવાય તેમ હોઈ બંને સામે કડક હાથે કાર્યવાહી કરવાની તજવીજના આદેશ કર્યા હતા.
ADVERTISEMENT