સુરતમાં ભાણાએ પત્ની સાથે મળી મામા-મામીને પતાવી દીધા, કારણ ચોંકાવનારું

Gujarat Tak

22 Jun 2024 (अपडेटेड: Jun 22 2024 11:32 AM)

Surat Crime News: સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામ ખાતે ખેત મજૂરી કરતા દંપતીની હત્યાની ઘટના બની હતી. ગત 19 તારીખના રોજ બનેલી ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી હતી.

Surat Crime News

ભાણાએ મામાનું કાસળ કાઢ્યું

follow google news

Surat Crime News: સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામ ખાતે ખેત મજૂરી કરતા દંપતીની હત્યાની ઘટના બની હતી. ગત 19 તારીખના રોજ બનેલી ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી હતી. ખેતમાં મજૂરી કરતા પતિ-પત્નીની હત્યા કોણે કરી છે અને કેમ કરી છે આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે પલસાણા પોલીસે આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસની તપાસમાં ખેતમાં મજૂરી કરતા પતિ-પત્નીની હત્યામાં મૃતક દંપતીનો ભાણેજ અને તેની પત્ની સામેલ હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે આ મામલે બંનેની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો

ભાણાએ કરી મામા-મામીની હત્યા

સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસરે આ મામલે જણાવ્યું કે, સુરતની પલસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આ એ જ બંને પતિ પત્ની હત્યારાઓ છે જેમણે પોતાના મામા અને મામીની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યા કરવાના આરોપસર મૃતક ઉમેશભાઈ રાઠોડ અને તેમના પત્ની રમીલાબેન રાઠોડના ભાણેજ વિજય અને શીલાની ધરપકડ કરી છે. 

મજૂરીના પૈસા બાબતે થઈ હતી રકઝક

તેમણે જણાવ્યું કે, વિજય અને તેની પત્ની શીલા મજૂરી કામ કરવા માટે મામા-મામીની પાસે આવ્યા હતા. વિજય અને તેની પત્ની શીલાની મામા-મામી સાથે મજૂરીના પૈસાની મામલે રકઝક થઈ હતી. મજૂરીના પૈસાની રકઝકમાં ભણેજે પત્ની સાથે મળી મામા-મામીને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

પોલીસે બંનેની કરી ધરપકડ

હત્યા બાદ અલગ-અલગ 10 જેટલી ટીમો બનાવી પોલીસ કામે લાગી હતી. દંપતીની હત્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બંન્ને આરોપી ભાણેજ વિજય અને તેમની પત્ની શીલાની ધરપકડ કરી છે. 

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત

    follow whatsapp