સંજયસિંહ રાઠોડ.સુરતઃ રાજ્ય સરકારના ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવાની સાથે જ પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ થનારા ઉમેદવારોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી પેપરો ફુટવાથી માંડીને ડમી ઉમેદવારોના કિસ્સાઓ બાદ હવે આ પ્રકારે હાઈટેક ટેક્નોલોજીથી ઉમેદવારોને બારોબાર પાસ કરાવવાનું ષડયંત્ર બહાર આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
ADVERTISEMENT
પોળો ફોરેસ્ટમાં ન્હાવા પડેલા યુવાનનું મોત, ધારીમાં ડૂબી જતા કિશોરનું મોત
વધુ એક પરીક્ષા કૌભાંડ
વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL, મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (પીજીવીસીએલ) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (યુજીવીસીએલ) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (જીએસઈસીએલ)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી. અમદાવાદ – વડોદરા અને રાજકોટ સહિત સુરતમાં આ અંગે વિવિધ સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવા માટે એજન્ટોના મેળાપીપણામાં આખે આખી ટોળકી સક્રિય બની હતી. આ ટોળકી દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિકોથી માંડીને કોમ્પ્યુટરના લેબ ઈન્ચાર્જને પણ ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે સ્થળે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણ થતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ આ મામલે મીડિયાને માહિતી આપી હતી.
ADVERTISEMENT