8 મહિનાના બાળકને માર મારી બ્રેઈન હેમરેજ કરનાર આયાને સુરતની કોર્ટે ફટકારી સજા, જાણો શું હતો કેસ ?

સંજયસિંહ રાઠોડ,સુરતઃ શહેરમાં એક વર્ષ પહેલા આયા તરીકે કામ કરતી મહિલાએ માસૂમને નિર્દયતાથી માર માર્યો હતો. એ કેસમાં કોર્ટે આયાને દાખલો બેસે તેવી સજા ફટકારી…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ,સુરતઃ શહેરમાં એક વર્ષ પહેલા આયા તરીકે કામ કરતી મહિલાએ માસૂમને નિર્દયતાથી માર માર્યો હતો. એ કેસમાં કોર્ટે આયાને દાખલો બેસે તેવી સજા ફટકારી છે. કોર્ટે આયાને દોષિત જાહેર કરી ચાર વર્ષની સજા ફટકારી છે.

સુરત શહેરમાં એક વર્ષ પહેલા 8 મહિનાના માસૂમને નિર્દયતાથી ફટકારવાના કેસમાં આયાને 4 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે. સમાજમાં દાખલો બેસે એવી સજા ફટકારવામાં આવી છે. પાલનપુર પાટિયા પાસે રહેતા દંપતિએ બાળકોની સારસંભાળ માટે આયાને નોકરી પર રાખી હતી. માતાની જેમ સંભાળ રાખવાની બદલે એ આયા બાળકને ગાલ પર તમાચા મારી પલંગ પર પટકી-પટકીને મારતી હતી. આયાએ ટ્વિન્સ બાળકોને માર મારવાને કારણે એક બાળકને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. દંપતિને શંકા જતા તેમણે રુમમાં સ્પાઈ કેમેરો લગાવી દીધો હતો. આ આખીય ઘટના કેમેરા કેદ થઈ અને તેનો ભાંડો ફૂટ્યો હતો.

બાળકની સંભાળ લેતી આયા નીકળી શેતાન
શહેરના રાંદેર પાલનપુર પાટીયા વિસ્તારમાં એક વર્ષ પહેલા 8 મહિનાના માસુમ બાળકને નિર્દયતાથી માર મારવાના કેસમાં સંભાળ રાખનાર આયાને સુરતની કોર્ટે દોષી ઠેરવીને 4 વર્ષની સાદી કેદ અને 5 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ નિતીન ચોવડિયાએ દલીલો કરી હતી.વાત એમ છે કે, રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2022ના ફેબ્યુઆરી મહિનામાં આ ઘટના બની હતી.પાલનપુર પાટીયા પાસે હીમગીરી સોસાયટીના જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશ શીરીષ પટેલ નોકરી કરે છે. પરિવારમાં પત્ની શિવાની અને ૮ માસના ટ્વીન્સ પુત્રો નિરવાન અને નિરમાન છે,તેમની પત્ની શિવાની પણ નોકરી કરે છે,બંને નોકરી કરતા હોવાથી બંને સંતાનોની સારસંભાળ માટે કોમલ રવિ તાંદલેકરને આયા તરીકે નોકરી પર રાખી હતી. મિતેશ પટેલ અને શિવાની નોકરી પર જતા હતા,ત્યારબાદ આરોપી આયા કોમલ 8 મહિના ના બાળકોને નિર્દયતાપૂર્વક માર માર મારતી હતી.

બાળકને તમાચા માર્યા, પલંગ પરથી પટક્યું
4 ફેબ્રુઆરી 2022ના રોજ આયા કોમલે ટ્વીન્સ બાળકો પૈકી નિરવાનને નિર્દયતાથી માર મારીને ગાલ પર તમાચા માર્યા હતા અને કાન ખેચ્યા હતા ઉપરાંત નિરવાનને પલંગ ઉપર પછાડ્યો હતો.જેથી માસુમ નિરવાન માથામાં મુઢમાર ઈજા થવાના કારણે બેભાન થઈ ગયો હતો.નિરવાનને હોસ્પિટલમાં લઈ જતા તેને ત્રણ જગ્યાએ બ્રેઈન હેમરેજ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.તે પહેલા આયા પર શંકા હોવાથી મિતેશ પટેલે ઘરમાં સ્પાઈ કેમેરા મુક્યા હતા.તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે કોમલ કેવી રીતે નિર્દયતા પૂર્વક નિરવાનને મારે છે.

આ પણ વાંચો: સુરતમાં પ્રખર શિવભક્તની અનોખી ભક્તિ, ચાર વર્ષના દિકરાના માથામાં શું લખ્યાવ્યું જુઓ

આયાને કોર્ટે કરી આકરી સજા
આ સમગ્ર બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી આયા કોમલ વિરુદ્ધ માર મારવાનો અને હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો હતો.રાંદેર પોલીસે કોમલની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી,આ કેસ સુરતની કોર્ટમાં ચાર્લી ગયો હતો.કોર્ટે આરોપી આયા કોમલને માર મારવાના ગુનામાં દોષી ઠેરવીને 4 વર્ષની કેદની સજા અને રૂ.5 હજારનો દંડની સજાનો હુકમ કર્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp