ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સાગમટે 41 PIની બદલીનો ઓર્ડર ફાટ્યો

Gujarat Tak

18 Jun 2024 (अपडेटेड: Jun 18 2024 4:03 PM)

Surat News: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બદલી અને બઢતીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીનગર જિલ્લાના 8 બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાયા બાદ હવે સુરતમાં એક સાથે 41 PIની સાગમટે બદલી કરવામાં આવી છે.

Surat News

ગુજરાત પોલીસમાં બદલીની સિઝન જામી

follow google news

Surat News: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બદલી અને બઢતીનો દોર શરૂ થઈ ચૂક્યો છે.  ગાંધીનગર જિલ્લાના 8 બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાયા બાદ હવે સુરતમાં એક સાથે 41 PIની સાગમટે બદલી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક સાથે 41 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. 

41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી

સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરતના, સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશના પીઆઈની બદલી કરવામાં આવી છે. કમિશનર દ્વારા એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જેમાં સરથાણાના સેકન્ડ PI કે.એ ચાવડાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે હજીરાના સેકન્ડ PI જી.એસ પટેલની ટ્રાફિક શાખામાં, અમરોલીના PI જે.બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

એન.કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી

આ સાથે જ પાંડેસરાના PI એન.કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. ચોક બજારના સેકન્ડ PI સી.એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. અલથાણના PI એન.કે ડામોરની ટ્રાફિક શાખામાં અને ટ્રાફિકના PI મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી ચૌધરીની એરપોર્ટ ઈમીગ્રેશનમાં બદલી કરવામાં આવી છે.

 

 પહેલા ગાંધીનગરમાં થઈ હતી બદલી

આ પહેલા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા 8 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.આર મુછાળની સાંતેજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઈ બી.બી ગોયલની સેક્ટર 7 પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી ચૌહાણની ટ્રાફિક પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ દેસાઈ  સચિવાલય સંકુલમાં બદલી કરવામાં આવી હતી. આ સાથે જ સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી ડાભીની પણ સચિવાલય સંકુલમાં બદલી કરાઈ હતી. તો સચિવાલય સંકુલના પીઆઈ વી.બી દેસાઈની દહેગામ પોલીસ સ્ટેશનમાં, સચિવાલય સંકુલના એચ.જી દેસાઈની સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. સાથે જ અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી સાંખલાની અડાલજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. 
 

 

    follow whatsapp