સુરત: સુરતમાં માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં બાળકને ચીકુ ખવડાવતા સમયે ઠળિયો ગળી જતા શ્વાસનળીમાં ફસાઈ ગયો. શ્વાસ રૂંધાતા બાળકને તાબડતોબ માતા-પિતા હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
ચીકુનો ઠળિયો ફસાઈ જતા મોત
વિગતો મુજબ સુરતના ઉધના કૈલાસ નગરમાં રહેતા સંતોષ નાયક સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરે છે. બુધવારે તેમના દોઢ વર્ષના પુત્રને ઋષિને તેમના પત્ની ચીકુ ખબડાવી રહ્યા હતા. આ દરમિયાન ઋષિ ચીકુનો ઠળિયો ગળી ગયો હતો. જે બાદ તે બેભાન થઈ ગયો. આથી તેને સિવિલ હોસ્પિટલ લઈને માતા-પિતા પહોંચ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ ચીકુનો ઠળિયો શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે બનાવની જાણ થતા ઉધના પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી અને અકસ્માતે મોતની નોંધ કરી હતી.
ડિંડોલીમાં બાળક લોખંડનો બોલ્ટ ગળી ગયો
નોંધનીય છે કે, ગઈકાલે જ સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાર વર્ષનો બાળક રમતા રમતા લોખંડની નટ ગળી ગયો હતો. જેથી પરિવાર તેને નવી સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યાં એક્સ-રે કર્યા બાદ બાળકને સર્જરી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો અને બોલ્ટ કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT