સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતમાં વેડ અને વરિયાવને જોડતા તાપી નદી પર 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજની તિરાડ અને રોડની તિરાડને દુર કરવા સુરત મહાનગર પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ધસી પડેલા બ્રિજને રિપેર કરવા અને તિરાડો પુરવા માટે ડમ્પરમાં મટીરીયલ લાવવામાં આવ્યું હતું અને જેસીબી વડે રિપેરીંગ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન પુલનો એક ભાગ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજને હજુ લોકો માટે ખુલ્લો મુકે 1 મહિનો થયો નથી ત્યાં ભ્રષ્ટાચારની સરવારણી વહેતા આ બ્રિજની હાલતને લઈને સવાલો થવા લાગ્યા હતા. જેને કારણે જાહેરમાં થયેલી ફજેતી પછી સુરતનું તંત્ર રસ્તાનું કામ સુધારવા આવી પહોંચ્યુ છે.
ADVERTISEMENT
ગીરનારમાં ધોધમાર વરસાદથી સોનરખ નદીમાં આવ્યું ધસમસતું પાણી, લોકો જોવા ઉમટ્યા
AAP નેતા પણ પહોંચી ગયા બ્રિજ પર
સુરત શહેરને બ્રિજ સીટી તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રિજ સિટીમાં વધુ એક બ્રિજનો સમાવેશ એક મહિના પહેલા થયો હતો. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાપી નદી ઉપર બનેલો વેડ વરીઆવ ઓવરબ્રિજનો લોકાર્પણ કર્યું હતું. બ્રિજના લોકાર્પણના હજુ તે એક મહિનો થયો હતો ત્યારે વરીયાવ બાજુ ઉતરતા બ્રિજની રોડ ઘસી ગયો હતો અને રોડ વચ્ચે તિરાડ પડી ગઈ હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી પણ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા અને બ્રિજ બનાવવામાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં સમાવેશ થયો હતો ત્યારે લોકોને ખુશી થઈ હતી કે, તેઓ વેડથી વરિયાવ અને વરિયાવથી વેડ બાજુ અવરજવર કરવા માટે ઉપયોગી થશે. હજુ તો લોકાર્પણના એક મહિનો જ થયો હતો અને ત્યારે વરિયાવ બાજુ બ્રિજ ઉતરતા આ બ્રિજનો રોડ ઘસી ગયો હતો અને રોડ વચ્ચે તિરાડ પડી ગઈ હતી આ તસ્વીરમાં પણ જોઈ શકાય છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં સત્તાધીશ ભાજપના નેતાઓ મોટી પગાર ધરાવતા અધિકારીઓને કામ નથી સોંપતા. પોતાના મળતીયાઓને કામ સોંપીને ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે. ધર્મેશ ભંડેરી જણાવ્યું હતું કે, સુરત શહેરમાં બ્રિજની ધસી પડવાની આ ઘટના પહેલી નથી અગાઉ પણ સુરત શહેરમાં બનેલા અનેક બ્રિજોમાં આવી ખામીઓ સામે આવી છે. જે સાબિત કરે છે કે બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
ADVERTISEMENT