સુરતઃ સુરતના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ભાજપના નેતાઓ-કાર્યકરો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે પોતાના મોર્ફ કરેલા બીભત્સ ફોટોઝ ભાજપના મોટા માથાઓએ વાયરલ કર્યા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાત તક સાથે વાત કરતાં કહ્યું હતું કે, ભાજપના મોટા માથાઓ તેમના અશ્લિલ ફોટોઝ પણ વાયરલ કરી નાખે તો નવાઈ નહીં. તેવો ભય દર્શાવતા અને પોલીસ પર પણ તેમણે ગંભીર આરોપો મુક્યા હતા અને એવું પણ કહ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીમાં છું તેથી મને હેરાન કરવામાં આવી રહી છે અને પોલીસ પણ મારી ફરિયાદ લેતી નથી.
ADVERTISEMENT
અભિનેતા સાથે શૂટિંગ દરમિયાનના ફોટોથી વિવાદ છંછેડાયો
આમ આદમી પાર્ટીમાંથી સુરત મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવનાર સૌથી નાની વયના મહિલા કોર્પોરેટર એવા 23 વર્ષીય પાયલ સાંકરિયાએ ભાજપ અને સુરત પોલીસ પર ગંભીર આરોપો મુક્યા છે. તેઓ આપના સુરતના કોર્પોરેટર હોવા ઉપરાંત અભિનેત્રી પણ છે. ગુજરાતની ફિલ્મો અને આલ્બમમાં પણ તે કામ કરી ચુક્યા છે. તેમણે પોતાના વીડિયો અને તસવીરો ભાજપ દ્વારા મોર્ફ કરીને વાયરલ કરવામાં આવ્યા હોવાનો આરોપ મુક્યો છે. પાયલ સાંકરિયાનો આમ તો ચહેરો વિવાદોની વચ્ચે ઘેરાયેલો રહ્યો છે પરંતુ અહીં વાત તેમને ખોટી રીતે બદનામ કરવાની છે. તેમનો પોતાના જ સાથી અભિનેતા સાથે શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો જે પછી તેના પર કોમેન્ટ્સ આવી રહી હતી ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મુકવામાં આવ્યા હતા.
પોલીસે ફરિયાદ ન લીધીઃ પાયલ સાકરિયા
તેમણે આરોપો લગાવ્યા છે કે રાજકીય પાર્ટીમાં જોડાતા પહેલા તે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા હોઈ શૂટિંગ વખતના ફોટોઝનો હવે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પાયલ સાંકરિયાને ગુલાબનું ફુલ અભિનેતા દ્વારા આપવામાં આવતું હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો હતો અને ત્યાંથી આ આખો વિવાદ ઊભો થયો હતો. પાયલ કહે છે કે, હલકી રાજનીતિ ન કરો, મુદ્દાની રાજનીતિ કરો. તમારા કામની રાજનીતિ કરો. હું આપમાં જોડાઈ ત્યારથી જ રૂપિયા, ધમકીઓ, બદનામ કરવાના પ્રયાસો કરીને ભાજપમાં જોડાઈ જવાના પ્રયત્નો થયા હતા. ભાજપના આઈટીસેલ દ્વારા અભદ્ર ભાષામાં કમેન્ટ્સ કરાતી વગેરે પરંતુ મને એમ હતું કે આ રાજકારણ છે, પણ જે ફોટોઝ વાયરલ કરવામાં આવ્યા તેનાથી હું દુઃખી છું. ન્યૂડ ફોટો પછી પાયલ સાકરિયાનો વીડિયો ટુંક સમયમાં આવે છે તેમ કરી કામથી લડી ન શકનારાઓ સીધા ઈજ્જત પર આવી ગયા. એક મહિલા માટે તેનું સમ્માન કેટલું કિંમતી હોય છે તે જ સર્વસ્વ હોય છે. આ આખા મામલાને લઈને મેં સાયબર પોલીસમાં ફરિયાદ આપવાનો પ્રયત્ન કર્યો. પૂણા પોલીસ મથકે ગઈ પણ ત્યાં પોલીસે મારી ફરિયાદ ન લીધી. હું આમ આદમી પાર્ટીમાં છું માટે મને હેરાન કરવામાં આવી રહી છે.
https://www.facebook.com/payalsakariyaofficial/videos/802049474208031
ADVERTISEMENT