સંજયસિંહ રાઠોડ, સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં હવે લેડી ડોનનો આતંક પણ વધવા લાગ્યો છે. સુરત શહેરના વરાછા કાપોદ્રા પુના વિસ્તારમાં ગેંગ બનાવીને ફરતી લેડી ડોન ભૂરી પછી વધુ એક લેડી ડોન નું નામ ભાવના ઉર્ફે ભાવલીવાળાના નામ સામે આવ્યો છે. ભાવલીએ Surat માં રોડ પર આવરગીરી શરૂ કરી હતી અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સુરતના કાપોદ્રા વિસ્તારમા લેડી ડોન ભાવલીએ હાથમાં લાકડાના ફટકા લઇ મિત્રો સાથે યુવતીની આવારાગીરી , ગાડીના કાચ તોડ્યા તો રસ્તામાં જતા લોકોને હેરાન કર્યા, ધમાલના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડોન બનવાના અભરખા પડ્યા ભારે
સુરતમાં વધુ એક યુવતીને લેડી ડોન બનવાના અભરખા ભારે પડી રહ્યા છે. લોકોમાં ભય ઉપજાવા અને પોતાનો ડર બનાવી રાખવા હવે યુવતીઓ પણ અસામાજિક પ્રવૃત્તિમાં આગળ આવી રહી છે. ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયામાં કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ધમાલ મચાવતી યુવતી સાથે કેટલાક યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે ભાવના ઉર્ફે ભાવલી વાળા નામની યુવતીની બે જુદાજુદા ગુનામાં ધરપકડ કરી છે. જાહેરમાં લોકોને હેરાન કરવા બાબતે અને રાયોટિકના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હથ ધરી છે.
જાણો શું છે મામલો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાલંદા સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં ભાવલી અને તેના મિત્રોએ મોટરસાયકલ પર ભારે ધમાલ મચાવી હતી. હાથમાં લાકડાના ફટકા અને જુદા જુદા પ્રકારના હથિયારો સાથે મોટરસાયકલ પર નીકળી રાહદારીઓને ભારે હેરાન પરેશાન કરતા હતા. આ ધમાલ મચાવતી ભાવલીનો વિડીયો પાછળથી આવતા કાર ચાલકે મોબાઇલમાં બનાવ્યો હતો જે વાયરલ થયો હતો. તે ઉપરાંત ભાવલી અને તેના મિત્રોએ આ જ સોસાયટીમાં આગળ હાથમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહી ધમાલ મચાવી હતી. અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાખ્યા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી પણ સામે આવ્યા છે.
યાત્રાધામ ડાકોરમાં પાલીકાના અણઘડ વહીવટને કારણે છવાયો અંધારપટ, આ રીતે થશે યાત્રાધામનો વિકાસ ?
ભાવલીની ઉમર ફક્ત 24 વર્ષ
ભાવલી ઉર્ફે ભાવના જેની ઉંમર હાલ 24 વર્ષની જાણવા મળી છે. આ ઉંમરમાં લેડી ડોન બનવાના અભરખા ઉભા થયા છે. ભાવલીએ અભ્યાસ છોડી દીધો છે. હાલ કોઈ જ કામકાજ કરતી નથી. શહેરના લુખ્ખાતત્વો કે જેઓ કોઈ જ કામ ધંધો નથી કરતા અને માત્ર અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોમાં ડર ઉભો કરે છે. તેવા અલગ અલગ યુવાનો સાથે ગ્રુપ બનાવીને ફર્યા કરે છે. તેમની સાથે મળી ભાવલી પણ કાપોદ્રા , પુણા , યોગીચોક સહિતના વિસ્તારમાં ધમાલ કરી, લોકોને હેરાન કરી, ધાક ધમકીઓ આપી લોકોમાં ડર ઉભો કરે છે અને પોતાનો હાવ બનાવવાનો પ્રયાસ કરે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT