સુરતઃ કોઈ ફિલ્મમાં લૂંટારૂઓ બેંક લૂંટવા આવે ત્યારે હથિયારો સાથે ધસી આવી બધાને બંધક બનાવી લૂંટ ચલાવી પળ વારમાં ગુમ થઈ જતા આપે જોયા હશે પરંતુ સુરતમાં આવી ઘટના સત્ય હકિકત બની સામે આવી છે. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલી એક બેંકમાં ધોળા દિવસે 5 લૂંટારુઓ બેંકમાં પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. તેમણે બેંકના કર્મચારીઓને બાનમાં લઈને 14 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
ADVERTISEMENT
ચહેરો કેમેરામાં દેખાય નહીં એટલે…
સુરતના સચિન વિસ્તારમાં આજે વહેલી સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે વાંઝ ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં 5 શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. શખ્સો લૂંટ કરવાના ઈરાદે જ ત્યાં આવ્યા હતા અને તમામે માથે હેલમેટ પહેરી રાખ્યું હતું કે જેથી પોતાનો ચહેરો ક્યાંય કેમેરામાં કેદ થાય નહીં. ફિલ્મની જેમ જ પિસ્તોલની અણીએ આખી બેંક માથે લઈ લીધી હતી. બેંકના કર્મચારીઓને બાનમાં લઈને 14 લાખ રૂપિયાની રકમ લૂંટી લીધી હતી. શખ્સો ઘટનાને અંજામ આપ્યા પછી તો જાણે હવામાં ઓગળી ગયા હોય તે રીતે ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સગીર સાથે બળાત્કાર પર ફાંસીની સજા, IPC માં 13 નવા ફેરફારો કરવામાં આવ્યા
ધોળા દિવસે બેંક લૂંટાતા સુરત પોલીસના ગાલે તમાચો
વાંઝ ગામ ખાતે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી જેને લઈને હથિયારો સાથે આવેલા લૂંટારુઓને જોઈ બેંકના કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના જોકે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે પરંતુ ચાલાકી કરીને લૂંટારૂ ગેંગ દ્વારા માથા પર હેલમેટ પહેરી રાખવામાં આવ્યું હતું. આ ઘટના સુરત પોલીસ માટે ગાલ પર મોટો તમાચો સાબિત થઈ રહી છે. જ્યાં ધોળા દિવસે ફિલ્મની જેમ લૂંટારુઓ લૂંટ ચલાવી જાય ત્યાં સામાન્ય માણસ સાથે કેવું થતું હશે અને ગુંડા તત્વો પર સુરત પોલીસની કેટલી ધાક હશે તેનો અંદાજ આવી જાય છે.
ADVERTISEMENT