અલ્પેશ કથિરિયાએ માંડ્યું આવું ગણિત અને પછી કહ્યું, અમને કુલ 75 હજાર મત મળશે અને જીતીશું

સુરતઃ અલ્પેશ કથિરિયાએ સુરતમાં તેમની જીતનું સચોટ ગણિત શું છે તેની જાણકારી આપી હતી. તેઓ સુરતના કેટલાક આંકડાઓ જોયા પછી અને પોતાના પ્રચારને ધ્યાને લઈને…

gujarattak
follow google news

સુરતઃ અલ્પેશ કથિરિયાએ સુરતમાં તેમની જીતનું સચોટ ગણિત શું છે તેની જાણકારી આપી હતી. તેઓ સુરતના કેટલાક આંકડાઓ જોયા પછી અને પોતાના પ્રચારને ધ્યાને લઈને પોતાની જીત નિશ્ચિત હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે વરાછામાં 1.21 લાખ મત પડ્યા છે જેમાંથી 75 હજાર મત અમને મળશે.

મારા મત વિસ્તારમાં SMCના 3 વોર્ડ પડે છે અને ત્યાં AAP છેઃ કથિરિયા
અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, દાવો દરેક ઉમેદવારો કરે છે પણ વરાછા વિધાનસભામાં 1.21 લાખ મતદારોએ મતદાન કર્યું છે. 2017 કરતા 7 ટકા મતદારો મતદાનથી દુર રહ્યા. જેટલા મતદારોએ મતદાન કર્યું ત્યારે સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી વખતે વોટશેરમાં 75 ટકા કરતાં વધારે આમ આદમી પાર્ટીનો હતો. મારા મતવિસ્તારમાં વોર્ડ નં. 3, 4 અને 5 આવે છે જેમાં વોટશેરીંગ ઘણું આપનું મજબૂત હતું. તે સમયે અમારી આખી પેનલ જીતી છે અને દોઢ વર્ષમાં અમારા કોર્પોરેટર્સે જે પ્રમાણે કામ કર્યા છે અને ઉપરથી અરવિંદ કેજરીવાલે કરેલા વાયદાઓ અને મુદ્દાઓ કે જે આ વિસ્તારોની સમસ્યા છે. આરોગ્ય, શિક્ષણ, બેરોજગાર, મોંઘવારીના મુદ્દાઓ લઈને અમે જે પ્રમાણે લોકો વચ્ચે ગયા છીએ તે પ્રમાણે અમને લાગી રહ્યું છે કે વરાછાના લોકોની જીત અને પરિવર્તન નિશ્ચિત છે.

    follow whatsapp