Surat: રાજ્યમાં સ્પા ની આડમાં કુટણખાના ચાલતી હોવાની અસંખ્ય ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે હવે અનોખી ઘટના સુરતમાં બની છે. સુરતમાં એક વેપારીને સ્પા ચલાવતી મહિલા સાથે સંબંધ રાખવા ભારે પડ્યા છે. વેસુના વેપારીને ઘરમાં જ બંધક બનાવીને રોકડા અને દાગીના મળીને કુલ 25.43 લાખની લૂંટ સ્પા ચલાવતી મહિલા દ્વારા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વેપારી પોતાના મિત્રના ઘરે વેસુમાં સ્પા ચાલવતી મહિલાના સંપર્કમાં આવ્યા હતા. બન્ને વચ્ચે મિત્રતા બંધાતા તેમનું અવાર-નવાર મળવાનું થતું હતું. આ કેસમાં સ્પા ચલાવતી મહિલાની દીકરીઓ વેપારીને પપ્પા કહેતી હતી.વેપારીના ઘરમાં રોકડા 8 લાખ પડ્યા હોવાની વાત આ સ્પા સંચાલક મહિલાની દીકરીઓને ખબર હતી. ત્યારે ગત 9 માર્ચ 2023 ના રોજ સવારે ફોન કરીને વેપારીને કહ્યું કે, તબિયત સારી નથી અને વોમેટીંગ થાય છે તમે આવો તેમ કહેતા વેપારી મોપેડ લઈને અમરોલી તેના ઘરે પહોંચી ગયા હતા. તેના રૂમમાં તે સુતેલી હતી ત્યાં બેઠા હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઘરમાં ઘુસી આવ્યા અને વેપારીને માર માર્યો હતો. તેમને આંખમાં મારતા થોડો સમય દેખાવાનું બંધ થઈ ગયું હતું. બાદમાં આ મા-દીકરીઓ અને અજાણ્યા લોકો વેપારીને ઘેરી ઉભા હતા. તેમના મોપેડની, ફ્લેટની ચાવી લઈ અને મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. અને આખી રાત રૂમમાં બંધ કરી રાખ્યો હતો.
ચેક લખવી લીધા
બીજા દિવસે સવારે નાસ્તો કરાવી વેપારી પાસેથી સ્પા સંચાલક મહિલાએ ચેક બુક લાવીને 4 ચેકોમાં બળજબરી સહીઓ કરાવી હતી. અને લોકડાઉન વખતે તેમની પાસેથી નરેશે 20 લાખ ઉછીના લીધા હતા તેના બદલામાં ચેક લખી આપતો હોવાનું લખાણ વકીલ પાસે લખાવી આપવાનું કહ્યું હતું. અને જો લખાણ નહીં કરાવે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અમરોલીમાં એક મહિલા વકીલની ઓફિસમાં લઈ જઈને લખાણ કરાવ્યું હતું.આ દરમિયાન વેપારી પાસેથી 15.60 લાખ, મોબાઈલ ફોન, સોનાનો સેટ, ચેઈન, બે પાટલા મળીને કુલ 25.43 લાખની લૂંટ કરવામાં આવી હતી.
પોલીસે શરૂ કરી તપાસ
સ્પા ચલાવતી મિત્રના ઘરેથી છૂટ્યા બાદ વેપારીએ સમગ્ર હકીકત તેના મિત્રને જણાવી હતી. જેમાં અમરોલી પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે ઘટનાની ગંભીરતા લઈ મહિલા સહિત તેની સગીર વયની પુત્રી અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને લઈ ફરિયાદ થતા અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. લૂંટ કરનારી મહિલાને પોલીસે પકડી પાડી છે. આ કેસમાં મહિલા સહિત અન્ય સાગરિતો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT