દિલ્હીઃ ગુજરાતમાં 2002 રમખાણો દરમિયાનના બિલકિસ બાનો રેપ કેસ મુદ્દે સુપ્રિમ કોર્ટે શુક્રવારે સુનાવણી આપી હતી. આ કેસમાં 11 દોષિતોની મુક્તિના નિર્ણયને પડકારતી અરજી અંગે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી છે. આ દરમિયાન કોર્ટે ગુજરાત સરકારને 11 દોષિતોને મુક્ત કરાતા સમયે જે-જે પણ દસ્તાવેજો હતા તેને 2 સપ્તાહ સુધીમાં રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
ADVERTISEMENT
ત્રણ સપ્તાહ પછી સુનાવણી હાથ ધરાશે
સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનાવણી 3 સપ્તાહ પછી થશે. તેવામાં ગુજરાત સરકારને 2 સપ્તાહમાં અરજી દાખલ કરવા માટે ટકોર કરાઈ છે. આ દરમિયાન દોષિતોના વકીલોએ અરજી ટાળવા માટેની માગ કરી છે. દોષિતોના વકીલ ઋષિ મલ્હોત્રાએ આ મુદ્દે સુનાવણી ટાળવા માટેની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોર્ટે આદેશ આપ્યો હોવા છતા તેમને પક્ષકાર બનાવવામાં આવ્યા નથી. સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની ખંડપીઠે પૂછ્યું હતું કે તમે સુનાવણી ટાળવાની વાત પહેલા કોર્ટ સામે કેમ રજૂ કરી નથી?
બિલકિસ બાનોએ દોષિતો મુક્ત થયા પછી શું કહ્યું..
ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને મુક્ત કરાતા બિલકિસ બાનોએ કહ્યું કે 15 ઓગસ્ટ 2022નો એ દિવસ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. આ દિવસ મને 20 વર્ષ અગાઉ જે ઘટના ઘટી હતી એની યાદ અપાવે છે. મેં જ્યારથી સાંભળ્યું છે કે જે 11 આરોપીઓએ મારા પરિવાર અને મારા જીવનને બરબાદ કર્યું એની સજા માફ થઈ ગઈ છે. ત્યારથી હું ઘણી દુઃખી છું. આ લોકોએ મારી ત્રણ વર્ષની દીકરી છીનવી લીધી હતી, મારો પરિવાર બરબાદ કરી દીધો હતો. તેમને હવે માફ કરી દેવાયા છે. હું ઘણી હેરાન છું.
શું છે સમગ્ર મામલો…
ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન આ ભીડે બિલકિસ બાનો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દીધી હતી. આ ઘટના દરમિયાન બિલકિસ ગર્ભવતી હતી. જોકે સમગ્ર ઘટનામાં તેના પરિવારના 6 સભ્યો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2004માં દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT