હાય રે.. અંધશ્રદ્ધા! શરદી મટાડવા 3 મહિનાની બાળકીને ધગધગતા ડામ આપતા મોત, સુરેન્દ્રનગરનો હચમચાવી મૂકે તેવો કિસ્સો

Surendranagar News: ગુજરાતનો જેટ ગતિએ વિકાસ થવા છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઈ શક્યો. નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે.

Surendranagar News

ગુજરાતમાં કઈ હદે પહોંચી અંધશ્રદ્ધા

follow google news

Surendranagar News: ગુજરાતનો જેટ ગતિએ વિકાસ થવા છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઈ શક્યો. નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે. સમાજમાં એવા કેટલાય કિસ્સા સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કા તો મરણમૂડી ખોવી પડી હોય, કા તો કોઈનું મોત નીપજ્યું હોય. ત્યારે સુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધાના કારણે 3 મહિનાની માસુમ બાળકી મોતને ભેટી છે. 

બીમાર બાળકીને ભુવા પાસે લઈ ગયા

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં અંધશ્રદ્ધાએ વધુ એક માસુમ બાળકીનો ભોગ લીધો છે. શહેરના જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર (શરદી-તાવ) રહેતી હોવાથી પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવા દ્વારા અગરબત્તીથી  બાળકીને અલગ-અલગ ભાગોમાં ડામ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન માસુમ બાળકી ચીસા ચીસ કરતી હોવા છતાં કોઈને જરાય દયા આવી નહોંતી. જે બાદ આ ભૂવાએ બાળકી સાજી થઈ જશે તેવું પરિવારજનોએ આશ્વાસન આપ્યું હતું. 

તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાઈ

જોકે, બાળકીની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં બાળકીની હાલત વધુ ગંભીર જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ માસુમ બાળકીનું મોત નિપજ્યું છે. જેથી ડોક્ટર દ્વારા આ મામલે પોલીસેને જાણ કરવામાં આવી હતી. જોરાવનગર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા.

ગયા વર્ષે પણ બન્યો હતો આવો જ બનાવ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. જેમાં અંધશ્રદ્ધાએ વિરમગામની 10 મહિનાની માસુમ બાળકીનો જીવ લીવ લીધો હતો. શરદી-ઉધરસ દૂર કરવા બાળકીને ગરમ-ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા, જે બાદ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.  વિરમગામની 10 મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા બાળકીને સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઈ ગયા હતા. જ્યાં તેને ગરમ-ગરમ સોયના ડામ દેવામાં આવ્યા હતા. જે બાદ બાળકીની તબિયત લથડતા તેને રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં 4 દિવસની સારવાર બાદ આજે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. 

ઈનપુટઃ સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર

    follow whatsapp