પોરબંદર: 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાએ હજુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. હજુ પણ અંધશ્રદ્ધાના દૂષણથી અનેક લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પોરબંદરમાં પોરબંદરના બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતી 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધો હતો. બાળકીને શ્વાસ વધી જતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
એક તરફ દેશ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધ યથાવત્ હોવાનો વધુ એક પુરાવો પોરબંદરમાંથી સામે આવ્યો છે. બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 2 માસની દીકરીને બે દિવસથી શરદી, કફ, શ્વાસ ભરાણી થઈ હતી. જેને લઈ 8 ફેબ્રુઆરીના રોજ આ બાળકીની માતા તેના સાસુના કહેવાથી બાળકીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ ગઈ હતી. જ્યાં ભુવાએ લોખંડનો ઝીણો સળિયો ગરમ કરી આ માસૂમ બાળકીને છાતી વચ્ચે ડામ દીધો હતો.
બાળકીની છાતીએ દીધો ડામ
અંધશ્રદ્ધાથી તરબોળ પરિવાર પોતાની બે માસની દિકરીની સારવાર ડોકટરના બદલે ભૂવા પાસે લઈ ગયા હતા. જય ભુવાએ લોખંડનો ગરમ સળિયાથી બાળકીને છાતી વચ્ચે ડામ દીધો હતો. બાદ આ બાળકીની તબિયત લથડી હતી.
બાળકી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે
બાળકીને ડામ દીધા બાદ તેની તબિયત બગડી હતી. શ્વાસ ચડવા લાગ્યો હતો. જેને લઈ સર્વ માટે ડોકટર પાસે લઈ જતાં. જ્યાં બાળકીની સ્થિતિ ગંભીર જણાતા ત્યાંના ડોક્ટરે તુરંત 108 મારફત બાળકી અને માતાને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ આ બાળકી ઓકસીજન પર આઇસીયુમાં દાખલ છે.
આ પણ વાંચો: મહીસાગર કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 13 હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામાં
બાળકીનું ઑક્સીજન લેવલ 60 જ હતું
ડામ દીધેલી 2 માસની બાળકીને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે બાળકીને દાઝી જવાનું નિશાન છાતી પર જોયું. બાળકી રડતી હતી અને શ્વાસ વધી ગયો હતો. ઓકસીજન ઘટી ગયો હતો. તે સમયે ઓક્સિજન લેવલ 60 થી 65 હતું. જેથી આઇસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT